Monday, October 25, 2021
Homeરાજકોટ : સંતો અને હરિભક્તોએ સાથે મળી રામ જન્મભૂમિ માટે 25 લાખ...
Array

રાજકોટ : સંતો અને હરિભક્તોએ સાથે મળી રામ જન્મભૂમિ માટે 25 લાખ રૂપિયાનું અનુદાન કર્યું

492 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર આકાર લઈ રહ્યું છે. અયોધ્યાનું રામ મંદિર હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય સ્વાભિમાનના પ્રતિક સમાન માનવામાં આવી રહ્યું છે. 2019માં પૂરાવાઓના આધારે સુપ્રીમ કોર્ટે મંદિર બનાવવા માટે અંતિમ નિર્ણય કર્યો અને સરકારને આદેશ આપ્યા કે, તે મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવે, સંતોનાં નેતૃત્વમાં ટ્રસ્ટનું નિર્માણ થયું અને મંદિર નિર્માણનું કાર્ય ઝડપથી પ્રાંરભ થઇ રહ્યું છે. જેના ભાગરૂપે રાજકોટ ઢેબર રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળના સંતો, મહંતો અને હરિભક્તો દ્વારા રૂપિયા 25 લાખનું અનુદાન કરવામાં આવ્યું છે.

આપણા માટે ગર્વની વાત, દેશમાં રામ ભગવાનની જન્મભૂમિમાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે – સંત, સ્વામિનારાયણ ગુરુકુળ

આ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સંત એ જણવ્યું હતું કે, ગુરુકુળ દ્વારા છેલ્લા 73 વર્ષથી આ સેવાની કાર્ય થઈ રહ્યું છે. ત્યારે હાલ દેશની આખંડિતતા, ધર્મની સ્થાપના અને આસ્થાના પુરાવા સમા રામ મંદિર માટે અમે રૂપિયા 25 લાખનું અનુદાન કરવામાં આવ્યું છે. આ ધનરાશી વિશ્વ હિન્દુ ધર્મપરિષદના કાર્યકર્તાઓને અર્પણ કરવામાં આવી છે. આ ધનરાશી વિશ્વ હિન્દુ ધર્મપરિષદના કાર્યકર્તાઓને અર્પણ કરવામાં આવી છે. આપણા માટે ગર્વની વાત છે કે દેશમાં રામ ભગવાનની જન્મભૂમિમાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.

મોહન ભાગવત દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જ દાનની અપીલ થઈ હતી
ગામ-ગામ અને જન-જન સુધી જઇ દરેક વ્યક્તિને રામ સાથે જોડી અને દરેક ગામ, શહેર, તેમજ ગલી અને મહોલ્લાઓમાં જઇ દરેક હિન્દુનો સહયોગ રામમંદિર નિર્માણ માટે લેવામાં આવી રહ્યો છે. ગુજરાતના 18,556 ગામોમાંથી પ્રત્યેક ગામમાં શત-પ્રતિશત સંપર્ક અને દરેક હિન્દુથી સમર્પણ કરાવવા માટેનો પ્રયત્ન કરાશે. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા RSS વડા મોહન ભાગવત રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને આ સમય દરમિયાન તેમણે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જ સંઘની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજી હતી અને તેમાં પણ રામ મંદિર નિર્માણ નિધિ માટે ખાસ દાનની અપીલ કરવામાં આવી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments