Saturday, September 25, 2021
Homeરાજકોટ : મૂર્તિકારોએ ગણેશપ્રતિમાનો ભાવ એક હજાર સુધી વધાર્યો, ઓર્ડર હશે તેટલી...
Array

રાજકોટ : મૂર્તિકારોએ ગણેશપ્રતિમાનો ભાવ એક હજાર સુધી વધાર્યો, ઓર્ડર હશે તેટલી જ બનાવશે

ગયા વર્ષે કોરોના મહામારીને કારણે સાર્વજનિક ગણેશ મહોત્સવ થઇ શક્યો ન હતો, પરંતુ આ વર્ષે જાણે ગણેશ મહોત્સવને આડેના વિઘ્નો દૂર થયા હોય એમ સરકારે 4 ફૂટની પ્રતિમા સાથે સાર્વજનિક ગણેશ મહોત્સવની બુધવારે છૂટ આપતાં જ ગુરુવારથી રાજકોટમાં મૂર્તિકારો અને ગણેશ મહોત્સવના આયોજકોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. મૂર્તિકારો જણાવે છે કે, અત્યાર સુધી કોરોનાને કારણે ગણેશ મહોત્સવ થવાની આશા ન હતી પરંતુ સરકારે છૂટ આપતા હવે ઝડપથી મૂર્તિઓ તૈયાર કરવાનું શરૂ કર્યું છે.

આ વર્ષે 4 ફૂટથી મોટી મૂર્તિઓ નહીં બનાવવામાં આવે અને દર વર્ષની જેમ અગાઉથી મૂર્તિ બનાવીને સ્ટોક કરવાને બદલે ઓર્ડર પ્રમાણે જ મોટી મૂર્તિઓ બનાવીશું. મૂર્તિ બનાવવામાં વપરાતી વસ્તુના ભાવ વધવાથી અને કોરોનાને કારણે 4 ફૂટની મૂર્તિમાં રૂ.1 હજાર સુધીનો ભાવવધારો પણ કરાયો છે.

જ્યારે દર વર્ષે મોટાપાયે ગણેશ મહોત્સવનું આયોજન કરતા ગણેશ મહોત્સવના આયોજકોએ કહ્યું કે, આ વર્ષે કોરોનાને કારણે ઓનલાઈન અને ઓફલાઈન એટલે કે પંડાલમાં આવીને દર્શન એમ બંને પ્રકારે વ્યવસ્થા કરાશે. આ ઉપરાંત ભાવિકોની ભીડ ન થાય તે માટે આખો દિવસ દર્શન ખુલ્લા રખાશે. પંડાલમાં સેનિટાઈઝર, માસ્ક ફરજિયાત કરાશે.

ચાર ફૂટની એક મૂર્તિ બનાવતા ત્રણ દિવસ લાગે છે

સરકારે મંજૂરી આપ્યા બાદ ગુરુવારથી જ મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું છે. આ વર્ષે સ્ટોક નહીં કરીએ. આ વર્ષે 4 ફૂટથી મોટી મૂર્તિ બનાવવાની નથી એટલે વધુમાં વધુ સાડા ત્રણથી ચાર ફૂટની જ પ્રતિમા બનાવીશું. ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ચાર ફૂટની તૈયાર કરતા ત્રણ દિવસ લાગે છે. ગણેશ મહોત્સવને આડે હવે મહિનાનો સમય છે. :- મૂર્તિવાળા, બાલભવન

ભીડ નહીં થવા દેવાય, પંડાલ દરરોજ સેનિટાઈઝ થશે

આ વર્ષે સાદગીથી જ ગણેશ મહોત્સવ મનાવાશે. કાર્યક્રમો કે દર્શન માટે લોકોની ભીડ ન થાય તે માટે 6 ફૂટના અંતરે માર્કર કરીશું. માર્યાદિત સંખ્યામાં જ પ્રવેશ અપાશે. પંડાલને પણ દરરોજ સેનિટાઈઝ કરવામાં આવશે. ભીડ ન થાય તે માટે સવારે 7 વાગ્યાથી રાત્રે છૂટ મળશે તે સમય સુધી દર્શન ખુલ્લા રાખીશું. :- આયોજક, ત્રિકોણબાગ કા રાજા

ગાઈડલાઈન સાથે સાદગીથી ગણેશ મહોત્સવ કરીશું

ગણેશ મહોત્સવ અંગે સરકારે જે છૂટ આપી છે તેને લઈને અમે આગામી દિવસોમાં આયોજન કરીશું. આ વર્ષે ગણેશ મહોત્સવમાં દર વર્ષની જેમ જાજરમાનને બદલે સાદગીથી કરવામાં આવશે. સરકાર જે ગાઈડલાઈન નક્કી કરશે તે પ્રમાણે જ આયોજન કરીશું. ભીડ ન થાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખીશું. :-આયોજક, ચંપકનગર કા રાજા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments