Thursday, September 23, 2021
Homeરાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સેક્રેટરીએ CM અને PMને પત્ર લખ્યો
Array

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સેક્રેટરીએ CM અને PMને પત્ર લખ્યો

હાલ ગુજરાતમાં કોરોનાની મહામારીને કારણે મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલમાં બેડ, એમ્બ્યુલન્સમાં લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે. ઓક્સિજનના બાટલા અને રેમડેસિવિર ઇન્જેક્શન મળતા નથી. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સેક્રેટરી અને રાજકોટ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજપુતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. તેઓએ જણાવ્યું છે કે, વિદેશમાં અભ્યાસ કરતા ડોક્ટરોનો મહામારીમાં સહયોગ લ્યો.

આવા ડોક્ટરો મેડિકલ સ્ટાફને ખૂબ જ આશીર્વાદરૂપ બનશે
પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં આવા 25 હજારથી વધુ ડોક્ટર છે, તેમની મદદથી મેડિકલ સ્ટાફને ખૂબ જ આશીર્વાદરૂપ બનશે. કોરોનાની મહામારીમાં પોઝિટિવ કેસ અને મોતનો આંક વધી રહ્યો છે ત્યારે આ એક જ ઉપાય છે. કોવિડ હોસ્પિટલમાં સ્થાનિક આવા વિદેશથી આવેલા તબીબોને સરકારનો સહયોગ લે તેવી મારી માગ છે. વિદેશથી આવેલા MBBSના આવા તબીબો ખૂબ જ સારવારમાં ઉપયોગ બનશે.

સરકાર આમ કરશે તો હાલમાં જે ખેંચ પડી રહી છે તે દૂર થઇ શકે તેમ છે
મહેશ રાજપુતે વધુમાં જણાવ્યું છે કે, આપણા દેશમાંથી વિદેશમાં ડોક્ટરનો અભ્યાસ કરી ત્યાંના નિયમ મુજબ MBBSની ડિગ્રી સાથે ભારત દેશમાં પરત આવ્યા છે. ત્યારે સરકારે આવા તમામ ડોક્ટરોની સેવા કોરોનાના દર્દીઓની સારવાર માટે લેવી જોઇએ. જો સરકાર આમ કરશે તો હાલમાં જે ખેંચ પડી રહી છે તે દૂર થઇ શકે તેમ છે.

ગુજરાતમાં જ 20થી 25 હજાર ડોક્ટર છે
માત્ર ગુજરાતમાં જ લગભગ આશરે 20થી 25 હજાર જેટલા સ્ટુડન્ટ ડોક્ટરનો વિદેશમાં અભ્યાસ પૂર્ણ કરી આવી ગયા છે. દેશમાં આવા ડોક્ટરો જેઓ વિદેશથી ભણીને ભારત દેશમાં પરત આવી ગયા છે. દેશમાં આવા ડોક્ટરની સંખ્યા લગભગ 4.5થી 5 લાખ થવા જઇ રહી છે. જો કેન્દ્ર સરકાર આ તમામને કોરોનાની સારવાર માટે બોલાવે તો તેઓ ચોક્કસપણે આવવા તૈયાર થાય તેમ છે. સરકારે આવા ડોક્ટરો માટે ખાસ પ્રકારનું પેકેજ પણ જાહેર કરવું જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments