રાજકોટ : 10 કિલો ગાંજાના જથ્થા સાથે સોયેબ તેલી નામના વેપારીને SOGની ટીમે ઝડપી પાડ્યો

0
3

ગોંડલમાં 10 કિલો ગાંજાના જથ્થા સાથે સોયેબ તેલી નામના વેપારીને રૂરલ SOGની ટીમે ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી વેપારી ગાંજાના જથ્થાનું વેચાણ કરે તે પૂર્વે જ પોલીસે દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેનું કનેક્શન સુરતમાં ખુલ્યું છે.

શંકાસ્પદ હાલતમાં નીકળતા આરોપી પકડાયો
રાજકોટ શહેર અને જિલ્લામાં નશીલા દ્રવ્યોના વેચાણ સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચના અનુસાર રૂલર SOGની ટીમ ગોંડલમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે ગોંડલમાં રામદ્વાર પાસે શંકાસ્પદ હાલતમાં નીકળેલો સોયેબ અશરફ તેલીને અટકાવી તલાસી લેતા તેના કબ્જામાંથી 10 કિલો ગાંજાનો જથ્થો મળી આવતા તેને દબોચી લેવાયો હતો.

શંકાસ્પદ હાલતમાં નીકળતા આરોપી પકડાયો
શંકાસ્પદ હાલતમાં નીકળતા આરોપી પકડાયો

આરોપી કટલેરીની દુકાન ચલાવે છે
પકડાયેલો સોયેબ ગોંડલમાં કટલેરીની દુકાન ધરાવે છે અને ઝડપથી રૂપિયા કમાવવા માટે સુરતથી ગાંજાનો જથ્થો લાવી વેચાણ કરવાનું નક્કી કર્યુ હતું. પરંતુ વેચાણ કરે તે પૂર્વે પોલીસની ઝપટે ચડી ગયો છે. પકડાયેલો સોયેબનો ભાઇ પણ અગાઉ NDPSના ગુનામાં પકડાય ચૂકયો છે. પકડાયેલા સોયેબને ગોંડલ પોલીસના હવાલે કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ છે. પોલીસે આરોપી પાસેથી 10 કિલો ગાંજો જેની કિંમત રૂપિયા 1,00,000 થાય જે કબ્જે કરી જથ્થો સુરતમાં કોની પાસેથી લાવી અહીંયા કોને વેચતો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here