Sunday, November 28, 2021
Homeગુજરાતરાજકોટ : મનપા દ્વારા આજથી કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ આપવાની શરૂઆત

રાજકોટ : મનપા દ્વારા આજથી કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ આપવાની શરૂઆત

રાજકોટ-આજથી કોરોના કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરાઇ છે. જ્યાં મનપાના સિવીલ સેન્ટર ખાતેથી સર્ટિફિકેટ અપાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 1800થી વધારે ફોર્મ પરત આવ્યા છે. જેના સર્ટિફિકેટનું વિતરણ શરૂ કરાયું છે. હાલ સત્તાવાર 458 મૃત્યુ સામે 600 લોકોના કોઝ ઓફ ડેથ સર્ટી તૈયાર થયા છે. ઉલ્લેખનીય છે કે આજ સુધી મનપા દ્વારા ચોપડામાં કેદ મોતના આંકડા હવે જાહેર થશે.

દર્દીના વારસદારોને સહાય આપવાની જાહેરાત

કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના પરિવારજનોને રૂા.50 હજારની સહાય વહેલાસર મળે અને લોકો ઓછા હેરાન થાય તે માટે સરકાર નિયમો વધુને વધુ સરળ કરી રહી છે. તે અંતર્ગત હવે કોઝ ઓફ ડેથના પ્રમાણપત્ર ન હોય તો પણ આરટી-પીસીઆર કે રેપીડ ટેસ્ટવાળા મૃત દર્દીના વારસદારોને સહાય આપવાની જાહેરાત થઇ છે ત્યારે આજથી મહાપાલિકા એમસીસીડી સર્ટીફીકેટ ઇસ્યુ કરવાનું શરૂ કરી દેશે.

આજ સુધીમાં 1300 જેટલા ફોર્મ જમા થયા

મહાપાલિકામાં ગત સપ્તાહથી આ ફોર્મનું વિતરણ શરૂ થયું હતું. આજ સુધીમાં 1300 જેટલા ફોર્મ જમા થયા છે. જોકે મનપાના ચોપડે માત્ર 458 મૃત્યુ છે તે પણ ઉલ્લેખનીય છે. ઇસ્ટ અને સેન્ટ્રલ ઝોનની વ્યવસ્થા ઢેબર રોડ સ્થિત મુખ્ય કચેરીમાં કરવામાં આવી છે. તો વેસ્ટ ઝોન મનપા ઓફિસમાં પણ ફોર્મ વિતરણ અને સ્વીકારવાનું ચાલુ છે. સેન્ટ્રલ ઝોનમાં 1100 અને વેસ્ટ ઝોનમાં 200 ફોર્મ આવ્યા છે.

600 જેટલા પ્રમાણપત્રો તૈયાર થઇ ગયા છે

આજે સ્ટે.ચેરમેન પુષ્કર પટેલે કહ્યું હતું કે, મૃતકોના પરિવારજનોને એમસીસીડી કોઝ ઓફ ડેથ સર્ટીફીકેટ આપવાનું આજથી શરૂ કરી દેવામાં આવશે. ગુરૂવારે બપોર બાદ એટલે કે લંચ અવર્સ પછી નાગરિકોને આ પ્રમાણપત્ર આપવાનું શરૂ થઇ જશે. 600 જેટલા પ્રમાણપત્રો તૈયાર થઇ ગયા છે. કોઇ લોકોને અગવડતા ન પડે તે માટે સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

કોર્પો.એ હાલ આ તમામ વ્યવસ્થા ચાલુ રાખી
કોર્પો.એ હાલ આ તમામ વ્યવસ્થા ચાલુ રાખી

મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે મહત્વનો દસ્તાવેજ

જોકે સરકારે નવા પરિપત્રમાં આરટી-પીસીઆર અને રેપીડ ટેસ્ટ રીપોર્ટ અને 30 દિવસમાં અવસાન થયું હોય તે આધાર માન્ય રાખવા જાહેરાત કરી છે. પરંતુ કોર્પો.એ તો પ્રમાણપત્ર બનાવ્યા છે. નવા નિયમોમાં જે દર્દી પાસે રીપોર્ટનો આધાર ન હોય તેને આ એમસીસીડી સર્ટીફીકેટ કામ આવી શકે છે. આ પ્રમાણપત્ર હવે મુખ્ય આધાર રહેશે નહીં પરંતુ કોવિડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે મહત્વનો દસ્તાવેજ જરૂર બનવાનો છે. આથી કોર્પો.એ હાલ આ તમામ વ્યવસ્થા ચાલુ રાખી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments