Tuesday, September 21, 2021
Homeરાજકોટ : GST વિભાગના ઇન્ચાર્જ રાજ્ય વેરા અધિકારી 20 હજારની લાંચ લેતા...
Array

રાજકોટ : GST વિભાગના ઇન્ચાર્જ રાજ્ય વેરા અધિકારી 20 હજારની લાંચ લેતા ઝડપાયો

રાજકોટ ACBએ આજે GST વિભાગમાં ટ્રેપ ગોઠવી હતી. બહુમાળી ભવનમાં વાણીજ્ય વેરા કચેરીમાં GSTનો ઇન્ચાર્જ રાજ્ય વેરા અધિકારી મનોજ મનસુખલાલ મદાણીને 20 હજારની લાંચ લેતા ઝડપી લીધો હતો. મનોજ મદાણી ક્લાસ 2 અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. લાંચ લેતા રંગેહાથ ઝડપાયા બાદ ACBએ મનોજ મદાણીના ઘરે દરોડા પાડ્યા છે. અધિકારી પાસેથી અપ્રમાણસરની મિલકત શોધવા માટે તેમના ઘરે ACBએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

ટેક્સના રિફંડના રૂપિયા આપવા ફરિયાદી પાસેથી 20 હજારની માગણી કરી હતી

ફરિયાદીને ખાનગી પેઢીને આક્ષેપિત કચેરી તરફથી વેલ્યુ એડેડ ટેક્સના આકારણી વર્ષ 2016-17ના વર્ષના ભરાયેલા ટેક્સના રિફંડના રૂપિયા આશરે 9,70,000 વ્યાજસહિત મળવા પાત્ર હતા.

પરંતુ આ નાણા ચૂકવવા માટેનો આક્ષેપિત કચેરીમાંથી થયેલા હુકમ આપવાની અવેજ પેટે મનોજ મદાણીએ ફરિયાદી પાસે 20 હજારની માગણી કરીહતી.

ફરિયાદીએ રાજકોટ ACBમાં ફરિયાદ કરી હતી

ફરિયાદી આ રકમ આપવા માગતા નહોતા. આથી તેઓએ રાજકોટ ACBમાં ફરિયાદ કરી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે આજે ACBએ રાજકોટ બહુમાળી ભવનના ચોથા માળે આવેલી વાણીજ્ય વેરા કચેરીમાં છટકુ ગોઠવ્યું હતું. દરમિયાન ફરિયાદી પાસેથી મનોજ મદાણીએ 20 હજારની લાંચ લેતો રંગે હાથ ઝડપી લીધો હતો. ACBએ મનોજ મદાણી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments