Tuesday, September 21, 2021
Homeરાજકોટ : ધો.9થી 11ની શાળા શરૂ, પ્રથમ દિવસે 60% હાજરી જોવા મળી
Array

રાજકોટ : ધો.9થી 11ની શાળા શરૂ, પ્રથમ દિવસે 60% હાજરી જોવા મળી

કોરોનાની બીજી ઘાતક લહેર પુરી થતા રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12 બાદ આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓ માટે શાળાએ ઓફલાઇન શિક્ષણ માટે મંજૂરી આપી છે. રાજકોટ શહેરમાં આજથી 300 જેટલી શાળાઓમાં ધોરણ 9થી 11 ના ઓફલાઇન વર્ગો સરકારની ગાઇડલાઇન મુજબ શરૂ કરવામાં આવ્યા છે. દરેક વિદ્યાર્થીઓને ફરજીયાત હાથ સેનિટાઇઝ કરી, થર્મલ ગનથી ટેમ્પરેચર માપ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. પહેલા દિવસે જ રાજકોટની શાળાઓમાં 60 ટકા વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી. કંકુ તિલક કરી ચોકલેટ આપી મીઠું મોઢું કરાવી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું
વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું
વિદ્યાર્થીઓનું થર્મલગનથી સ્કેનિંગ કરી પ્રવેશ અપાયો
વિદ્યાર્થીઓનું થર્મલગનથી સ્કેનિંગ કરી પ્રવેશ અપાયો

વિદ્યાર્થીઓ પાસેથી વાલીઓનું સંમતિપત્ર લેવાયું

રાજકોટ શહેર અને જિલ્લામાં પણ આજથી ધોરણ 9થી 11 માટે ઓફલાઇન શિક્ષણની શરૂઆત થઈ છે. રાજકોટ શહેરમાં 300 જેટલી શાળામાં આજથી ધોરણ 9થી 11 માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે કેટલીક શાળામાં આજે વરસાદની આગાહીના પગલે રજા રાખવામાં આવી છે. આજે શાળા શરુ કરવામાં આવી તેમાં સરકારની ગાઇડલાઇનનું પાલન કરી વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવ્યા છે અને આ સાથે શાળાએ આવતા વિદ્યાર્થીઓ પાસેથી વાલીઓનું સંમતિપત્ર લેવામાં આવી રહ્યું છે.

300 જેટલી શાળામાં આજથી ધોરણ 9થી 11 માટે ઓફલાઇન શિક્ષણ શરૂ
300 જેટલી શાળામાં આજથી ધોરણ 9થી 11 માટે ઓફલાઇન શિક્ષણ શરૂ

 

પ્રથમ દિવસે 60% હાજરી જોવા મળી

આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી પગલે કેટલીક શાળાઓ રજા રાખી છે અને ક્યાંક ચાલુ શાળામાં પણ સવારના સમયે વરસાદી માહોલ કારણે કેટલાક વિદ્યાર્થીઓએ શાળા જવા ટાળ્યું હતું. પરંતુ બીજી તરફ જો વિદ્યાર્થીઓની હાજરીની વાત કરવામાં આવે તો આજે પ્રથમ દિવસે શાળામાં ધોરણ 9થી 11માં 60% હાજરી જોવા મળી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments