Saturday, September 25, 2021
Homeરાજકોટ : જાણીતી મહિલાના પતિનો આપઘાતનો પ્રયાસ, કારણ મારી પત્ની છે!
Array

રાજકોટ : જાણીતી મહિલાના પતિનો આપઘાતનો પ્રયાસ, કારણ મારી પત્ની છે!

રાજકોટમાં જાણીતા સમાજસેવિકાના પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. મળતી માહિતી મુજબ સાથી ગ્રુપના ટ્રસ્ટી જલ્પા પટેલના પતિ કેતન પટેલે પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરતા પહેલા કેતન પટેલે સોશિયલ મીડિયા મારફતે પત્ની જલ્પા પટેલના ત્રાસથી કંટાળીને આપઘાત કરી રહ્યા હોવાનું જણાવ્યું.રાજકોટની જાણીતી મહિલાના પતિનો આપઘાતનો પ્રયાસ

રાજકોટ પોલીસ કમિશ્નર ઓફિસમાં કર્યો સૂસાયડનો પ્રયાસ

પત્ની જલ્પા પટેલના ત્રાસથી કર્યો આત્મહત્યા નો પ્રયાસ

પત્ની જલ્પા પટેલ સાથી સેવા ટ્રસ્ટ ની ટ્રસ્ટી હોવાથી રોફ અને ખોફ જમાવી જાનથી મારી નાખવાની ધમકી નો પતિનો આક્ષેપ

ફેસબુક લાઈવ કરી કમિશ્નર ઓફિસમાં. ફિનાઇલ પી આપઘાત કરવાનો કર્યો પ્રયાસ

સારવાર દરમ્યાન કેતન પટેલ ના ખીસામાંથી સુસાઈડ નોટ પણ મળી આવી

સુસાઇડ નોટ માં સાથી ગ્રુપ ની ટ્રસ્ટી મારી પત્ની જલ્પા પટેલ અને તેને સાથી મિત્રો દ્વારા મને માનસિક ત્રાસ આપવામાં આવે છે

આત્મહત્યાનું કારણ મારી પત્ની જલ્પા પટેલ છે.

કેતન પટેલે આક્ષેપ કર્યો કે મારી પત્ની જલ્પા અને સાથી ગ્રુપના અન્ય સભ્યો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે… જેનાથી કંટાળીને હું આપઘાત કરી રહ્યો છું… કેતન પટેલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે… જ્યાં સારવાર દરમ્યાન તેમના ખિસ્સામાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments