રાજકોટ:રૈયા ચોકડી પાસે આવેલા અંબિકા કોમ્પલેકસના પહેલા માળે કૂટણખાનુ ધમધમતું હોવાની ગાંધીગ્રામ પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે કૂટણખાનામાં સૌ પ્રથમ ડમી ગ્રાહક મોકલી ખરાઇ કરી હતી. ખરાઇ થઇ જતા તુરંત પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન કૂટણખાનામાંથી એક યુવતી તેમજ કૂટણખાનું ચલાવતા બે શખ્સ મળી આવ્યા હતા. જેની પોલીસે ધરપકડ કરી છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી
પોલીસ તપાસમાં દુકાનમાંથી કોન્ડોમ સહિતની ચીજવસ્તુઓ પણ મળી આવી હતી. પૂછપરછમાં પકડાયેલા એક શખ્સ આ જ કોમ્પલેક્સમાં રહેતો મૂળ સુરતનો ધવલ પરેશ વણપરિયા અને બીજો બોટાદનાં લાઠીદળ ગામનો અમત ભૂદર માથોળીયા હોવાનું જણાવ્યું હતું. સુરતમાં હીરા ઘસતા ધવલે રસોઇ કામ કરતા અમૃત સાથે મળી આ દુકાન ભાડે રાખી અઠવાડિયાથી કૂટણખાનું ચલાવતા હોવાની કબૂલાત આપી છે
10 દિવસથી કુટણખાનું ચાલુ કર્યુ હતું
ધવલે પોલીસ સમક્ષ એવું રટણ કર્યુ હતું કે થોડા સમય પહેલા તેના માતાનું હાથનું ઓપરેશન કરાવ્યું હતું અને પૈસાની ખાસ જરૂર હતી. પોતાને હીરા ઘસવાના કામમાં મંદી હોવાથી તેને દસેક દિવસથી અહિં મિત્ર સાથે મળી કૂટણખાનુ ચાલુ કર્યુ હતું