રાજકોટ : કરદાતાઓએ ITની તિજોરી છલકાવી, રૂ. 1941 કરોડનો ટેક્સ ભર્યો

0
11

કોરોનાની મહામારીમાં પણ સૌરાષ્ટ્રના કરદાતાઓએ ટેકસ ભરીને આવકવેરા વિભાગની તિજોરી છલકાવી દીધી છે.રાજકોટ ઈન્કમટેકસને રૂ.1740 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેની સામે રૂ. 1941 કરોડનું ટેકસ કલેકશન થયું છે. આમ,ટાર્ગેટ કરતા રૂ. 201 કરોડની વધુ વસૂલાત થઇ છે.જો કે હવે માર્ચ માસ પૂરો થવાનો બાકી છે ત્યારે આ ટેકસ કલેકશન વધવાની શકયતા સેવાઈ રહી છે.

ચાલુ નાણાકીય વર્ષ માટે રાજકોટ આવકવેરા વિભાગને રૂપિયા 3090 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો પરંતુ કોરોનાની મહામારીને કારણે આ ટાર્ગેટ પુરો કરવો અશકય હતો ત્યારે ટાર્ગેટ રિવાઈઝડ કરવામાં આવ્યો હતો અને રૂ. 1740 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 2019-2020માં રાજકોટ ઈન્કમટેકસ વિભાગ ટેકસ કલેકશનમાં સમગ્ર દેશમાં બીજા ક્રમે રહ્યું હતુ. ત્યારે ચાલુ વર્ષે પણ ટેકસ કલેકશનમાં અગ્રીમ હરોળનું સ્થાન જાળવી રાખ્યું છે.

લોકડાઉનને કારણે આ વખતે સર્ચ અને સર્વે ની મંજુરી મળી ના હતી. અને લોકડાઉન ખુલી ગયા બાદ અત્યાર સુધીમાં સર્ચ અને સર્વેની સંખ્યા માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલી રહી છે.ટેકસ કલેકશની શરૂઆત ત્રીજા કવાર્ટરમાં રહી હતી. અને નવેમ્બર માસ સુધીમાં ટેકસ કલેકશન રૂ. 800 કરોડનુ રહ્યું હતુ. જેમાં રૂ. 700 થી વધુ રકમનું રિફંડ કરદાતાઓને ચુકવવામાં આવ્યું હતુ. જો કે દર વખતે ટોપ ટેન કરદાતાઓની યાદી જાહેર કરવામાં આવે છે અને તેઓનું સન્માન પણ કરવામાં આવે છે.ત્યારે પરંતુ આ વખતે આ પ્રકારની યાદી જાહેર થશે નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here