રાજકોટમાંથી બાળકનું કાપેલી હાલતમાં માથું મળી આવ્યું હતું. રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં આજી નદીમાંથી એક 5 વર્ષીય બાળકનું માથું મળી આવ્યું હતું. બાળકનું માથું ધડથી અલગ હતું. ત્યારે આ મામલે પોલીસને 8 મહિના બાદ પણ પરિવાર અને બાળકની ઓળખ કરવામાં સફળતા નથી મળી.
રાજકોટની આજી નદીમાંથી બાળકનું માથું મળવાની ઘટનાને 8 મહિના વિત્યા હોવા છતાં બાળકની ઓળખાણ થઈ નથી. ત્યારે પોલીસને આશંકા છે કે, તાંત્રિકવિધી માટે બાળકનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે. જેને લઈને બાળકના પરિવાર સુધી પહોંચવા માટે હવે પોલીસ નવી મોડસ ઓપરેન્ડી અપનાવશે. પોલીસ આંગણવાડી બહેનોની મદદ લઇને તપાસ કરશે અને બાળકના પરિવાર અને બાળકની ઓળખ માટે પ્રયાસ કરશે
પોલીસ 5 લાખથી વધુ મોબાઇલ લોકેશનની કરશે તપાસ
અગાઉ પણ આ મામલે પોલીસ 5 લાખથી વધુ મોબાઈલ લોકેશનોની તપાસ કરવાની વાત કરી હતી. જોકે હજુ સુધી આ કેસનો કોઈ સુરાગ પોલીસના હાથે લાગ્યો નથી.