રાજકોટ: 300 કિલો વજન ધરાવતી મહિલાનું શરીર સડી ગયું, દુર્ગંધ મારતી હાલતમાં મળ્યાં

0
14

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા સરલાબેનનું વજન 300 કિલો આસપાસ હોવાને કારણે હરીફરી શકતા ન હતા. છેલ્લા 15થી 20 દિવસથી એક જ રૂમમાં રહેતા હતા. તેમનું શરીર સડી જવાને કારણે તેઓ અસહ્ય પીડા સહન કરી રહ્યાં હતા. પરંતુ સરલાબેનની મદદે રાજકોટનું સાથી સેવા ગ્રુપ આવ્યું હતું. સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમ તેમના ઘરે પહોંચી હતી અને તેમને ફાયરબ્રિગેડની મદદથી ગાડીમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સરલાબેનના પતિ દુબઇમાં મજૂરી કામ કરી રહ્યાં છે.

ત્રણ એમ્બ્યુલન્સ મંગાવી હતી
જલ્પાબેન પટેલે સરલાબેનને હોસ્પિટલ ખસેડવા માટે પહેલા ત્રણ એમ્બ્યુલન્સ મંગાવી હતી. પરંતુ તેમનું વધારે વજન અને શરીરની દયનીય સ્થિતિ જોઇ એમ્બ્યુલન્સમાં રાખવામાં મુશ્કેલી ઉભી થઇ હતી. બાદમાં જલ્પાબેન પટેલે રાજકોટ ફાયરબ્રિગેડની મદદથી તેમની ગાડીમાં સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલમાં પણ બેડ પર સુવડાવાને બદલે નીચે સુવડાવવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. આથી સાથી સેવા ગ્રુપે રોષ વ્યક્ત કરતા બેડ પર સુવડાવવામાં આવ્યા હતા.

સરલાબેનને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા.
સરલાબેનને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા.

15થી 20 દિવસ પહેલા સરલાબેન ચાલતા હતાઃ જલ્પાબેન પટેલ
જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, ત્રણ એમ્બ્યુલન્સ મગાવી પણ બહેનનું વજન વધારે હોવાથી લઇ જઇ શકાયા નહીં. આખરે રાજકોટ ફાયરબ્રિગેડની ટીમની મદદ લેવાઇ અને તેમની ગાડીમાં હોસ્પિટલે ખસેડાયા હતા. વધારેમાં વધારે અમે એવું જ ઇચ્છીએ છીએ કે સરલાબેનની તબિયત જલ્દીમાં જલ્દી સારી થાય. તેમનું શરીર સડી ગયું છે એટલે ચાન્સિસ બહુ જ ઓછા છે. 15થી 20 દિવસ પહેલા સરલાબેન ચાલતા હતા. પરંતુ આજે તેમનું પેટ ફાટી ગયું છે અને પગ સુધીનું શરીર સડી ગયું છે.

સરલાબેનના પતિ દુબઇમાં મજૂરીકામ કરે છે.
સરલાબેનના પતિ દુબઇમાં મજૂરીકામ કરે છે.

13 વર્ષનો પુત્ર માતાની સેવા કરતો હતો
જલ્પાબેને વધુમાં જણાવ્યું હતું કે, હાથનો ભાગ પણ સડી ગયો છે. છતાં તેમની હિંમત સારી છે કે તેમનું આટલું વજન અને પીડા હોવા છતાં તેઓ દુઃખી નથી. આવી હાલતમાં કોઇ વ્યક્તિ હસતા મોઢે જીવન જીવતું હોય તેવું અમે પહેલીવાર જોયું છે. તેમના પતિ દુબઇમાં 10 વર્ષથી મજૂરી કરે છે અને અહીં તેમનો 13 વર્ષનો પુત્ર અને સરલાબેન જ રહે છે. રમવાની ઉંમરે પુત્ર તેની માતાની સેવા કરતો જોઇ અમે પણ ચોંકી ગયા હતા. હાલ સરલાબેનની સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. વધારે સારવાર માટે અમદાવાદ લઇ જવા પડે તો લઇ જઇશું.

ફાયરબ્રિગેડની ગાડીમાં લઇ જવાયા હતા.
ફાયરબ્રિગેડની ગાડીમાં લઇ જવાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here