રાજકોટ : ચારણ સમાજે કલેક્ટરને આદેવનપત્ર આપી યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માગ કરી

0
0

મુન્દ્રા પોલીસ મથકમાં સમાઘોઘા મધ્યે થયેલ ચોરીના શકમંદ તરીકે ઉઠાવાયેલા યુવાનનું શંકાસ્પદ રીતે મોત થતાં ગુનેગારોને પાઠ ભણાવતી પોલીસ ખુદ દોડતી થઇ હતી. ત્યારે મુન્દ્રા ચારણ સમાજના યુવાનની કસ્ટોડિયલ ડેથના પડઘા રાજકોટમાં પણ પડ્યાં છે. ચાણર સમાજ દ્વાર આવેદનપત્ર આપી જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે અને સમગ્ર મામલે ઊંડી તપાસ કરવાની માગ કરવામાં આવી છે. આ સાથે જ મૃતકના પરિવારના કોઈ એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. જો કે લોકગાયક કિર્તીદાન ગઢવીએ સમગ્ર ઘટનાને વખોડી છે.

જવાબદારો સાથે કડક કાર્યવાહી થવી જોઈએ- કિર્તીદાન ગઢવી

લોકગાયક કિર્તીદાન ગઢવીએ સમગ્ર ઘટનાને વખોડતાં કહ્યું કે પોલીસ દ્વારા જે અત્યાચાર કરવામાં આવ્યો છે. તેને હું સખત શબ્દોમાં વખોડું છું. પોલીસ કર્મ દ્વારા એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. જ્યારે બીજા બે યુવાન હોસ્પિટલમાં છે. વ્યથિત છું કે આપણા સમાજના યુવાનો સાથે આવું થયું. હું સરકારને અપીલ કરૂ છું કે આ જે પણ અધિકારીઓ દ્વારા આ હિન કૃત્ય કરવામાં આવ્યું છે એના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે. હું હંમેશા ચારણ સમાજની સાથે જ છું. ભગવાન મૃતક યુવાનના પરિવારને દુઃખ જીરવવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરૂ છું

યુવાનનું પોલીસ ટોર્ચરથી મોત થયા બાદ ગઢવી સમાજમાં આક્રોશ​​​​​​​

મુન્દ્રા કસ્ટડીમાં થયેલ સમાઘોઘા ચોરીના શકમંદ ગઢવી યુવાનનું પોલીસ ટોર્ચરથી મોત થયા બાદ ગઢવી સમાજનો આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. જિલ્લા પોલીસે સમયનું રૂખ પારખી સસ્પેક્ટ અરજણના મોતને અનુલક્ષીને ત્રણ જવાબદાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ હત્યાની ધારા તળે ગુનો નોંધ્યા બાદ મુન્દ્રા થાણા અધિકારીને તાત્કાલિક ભુજ જેઆઇસીમાં બદલી કરી નાખી હતી અને અન્ય જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ વડા દ્વારા ખાતરી અપાતાં મૃતક યુવાનના પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.

શંકાસ્પદ હાલતમાં યુવકનું મોત થયું

સ્થળ પરથી મૃતક યુવાનના પરિવારજનો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ 26/12/20ના રોજ મુન્દ્રા તાલુકાના સમાઘોઘા મુકામે બંધ ઘરમાંથી થયેલી 1.95 હજારના સોના ચાંદીના દાગીનાની ચોરી મુદ્દે પોલીસે શકમંદ તરીકે સમાઘોઘાનાં અરજણ ખેરાજ ગઢવી (ઉં.વ.30)નામના યુવાનને ઉઠાવ્યો હતો. સબંધિતોના જણાવ્યા મુજબ સતત છ દિવસથી તેને પૂછપરછના બહાને ઢોર માર મારવામાં આવતો હતો. અંતે અરજણનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here