Sunday, March 23, 2025
Homeરાજકોટ : મુખ્યમંત્રીએ નવા બસપોર્ટનું નિરીક્ષણ કર્યું, તે જ ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબમાં...
Array

રાજકોટ : મુખ્યમંત્રીએ નવા બસપોર્ટનું નિરીક્ષણ કર્યું, તે જ ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબમાં તોતિંગ ગાબડાં

- Advertisement -

રાજકોટ: શહેરમાં એરપોર્ટ જેવા જ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બસપોર્ટનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે રવિવારે આ બસપોર્ટનું નિરીક્ષણ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ આવ્યા હતા અને જે બસપોર્ટનું સીએમએ નિરીક્ષણ કર્યું તે જ બસપોર્ટના ગ્રાઉન્ડ ફ્લોરની છતનું કામ હજુ થોડા સમય પહેલા જ પૂર્ણ થયું છતાં સ્લેબમાં મસમોટાં ગાબડાં રહી ગયાની પોલ છતી થઇ ગઈ હતી. એરપોર્ટ જેવી સુવિધાઓ આપવાની વાતો વચ્ચે બસપોર્ટના લોકાર્પણ પહેલાં જ છતના ગાબડાં છતા થયા છે અને કરોડોના ખર્ચે તૈયાર કરાયેલું આ બસપોર્ટનું બાંધકામ લાંબો સમય ટકી શકશે કે નહીં તે પણ મોટો સવાલ છે.

તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હશે
બસપોર્ટની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ અહીં ફાયર સેફ્ટીના સાધનોની ખાસ વ્યવસ્થા કરવા પણ તાકીદ કરી હતી અને નવું બસપોર્ટ ચાલુ વર્ષ 2019 પૂરું થાય તે પહેલા સંપૂર્ણ તૈયાર કરી દેવા પણ આદેશ કર્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજકોટને નવું આઇકોનિક બસપોર્ટ ટૂંક સમયમાં મળી રહેશે. નવા ક્લેવર અને ફ્લેવરની અદ્યતન સુવિધા સાથે એસ.ટી.લોકોની સેવામાં રજૂ થશે. જેમાં વિદેશમાં મળતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. ગોંડલમાં પણ મુખ્યમંત્રીએ ટાઉનહોલ, લાઇબ્રેરી અને સાયન્સ-સ્પોર્ટ્સ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું.

8ને બદલે 11 માળની બનશે જનાના હોસ્પિટલ
રૂ. 200 કરોડના ખર્ચથી નિર્માણાધિન જનાના હોસ્પિટલની મુખ્યમંત્રીએ મુલાકાત લઇ કાર્યપ્રગતિની સમીક્ષા કરી હતી. નવા પ્લાનમાં 8 માળને બદલે 11 માળ કરી વડલાના વૃક્ષને બચાવી લેવામાં આવ્યું છે. જનાના હોસ્પિટલના સ્થાને બનનારી ચાઇલ્ડ એન્ડ મધર કેર હોસ્પિટલમાં કુલ 500 પથારીની સુવિધા હશે. જે પૈકી 200 પથારી પ્રસૂતા માટે અને 300 પથારી બાળકો માટે રાખવાની છે.

મુખ્યમંત્રીએ કહ્યું, ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરજો
બસપોર્ટના નિરીક્ષણ દરમિયાન મુખ્યમંત્રીએ બસપોર્ટ બનાવનારી કંપનીને અહીં ફાયર સેફ્ટીની વ્યવસ્થા સૌથી પહેલા અને ટોપ પ્રાયોરિટીમાં કરવા સૂચના આપી હતી. દૈનિક કેટલી બસની અવરજવર થશે, મુસાફરો માટે કઈ કઈ વ્યવસ્થાઓ હશે તે સહિતની બાબતો અંગે મુખ્યમંત્રીએ અધિકારીઓ અને બિલ્ડર્સ સાથે ચર્ચા કરી હતી.

દૈનિક 2000 બસની ફ્રિક્વન્સી, 80,000 યાત્રિકોનું પરિવહન
નવા બસપોર્ટમાં દરરોજ 2000થી વધુ બસોની ફ્રિક્વન્સી છે અને 80,000 જેટલા મુસાફરોનું પરિવહન થાય છે. આ આધુનિક બસ ટર્મિનલ કુલ 11589.31 ચો.મીમાં તૈયાર થઇ રહેલ છે. જેનો બિલ્ટ અપ એરિયા 51927.72 ચો.મી. તથા એફએસઆઇ બિલ્ટ અપ એરિયા 22945.85 ચો.મી. છે. સુરત, રાજકોટ, મહેસાણા, પાલનપુર, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં નવા બસપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular