Saturday, September 25, 2021
Homeરાજકોટ : આવતીકાલે યોજાનાર સીરો સર્વે મોકૂફ, છેલ્લી ઘડીએ સરકારે કામગીરી બંધ...
Array

રાજકોટ : આવતીકાલે યોજાનાર સીરો સર્વે મોકૂફ, છેલ્લી ઘડીએ સરકારે કામગીરી બંધ રાખવા સૂચના આપી

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કેટલાંક વખતથી કોરોના કાબુમાં આવી ગયો છે અને નવા દૈનિક કેસોની સંખ્યા પણ ઉતરોતર ઘટી રહી છે.ત્યારે રાજય સરકારે રાજકોટ સહીત પાંચ શહેર-જીલ્લામાં સિરો સર્વે કરાવવાનો નિર્ણય લીધો હતો. જ્યાં રાજકોટ જીલ્લામાં આવતીકાલથી સિરો સર્વે થવાનો હતો. જેને છેલ્લી ઘડીએ સરકારે કામગીરી બંધ રાખવા સૂચના આપતા હાલ આ સર્વે મોકૂફ રાખવામાં આવ્યો છે. આ સર્વેના આધારે લોકો કોરોના સામે કેટલા સુરક્ષિત છે અને એન્ટીબોડી હર્ડ ઈમ્યુનીટી કેવી છે સહિતના મુદાઓનું તારણ નિકળી શકશે. પાટનગર દિલ્હી, મુંબઈ જેવા મહાનગરમાં સિરો સર્વેની નિયમીત કવાયત કરવામાં આવે જ છે.

સીરો સર્વે શું છે અને કેવી રીતે કામ કરે છે?

દેશના વિવિધ વિસ્તારોમાં નોવેલ કોરોનાવાઈરસના ચેપ અને તેને પગલે કોવિડ-19ના કેસોના ટ્રેન્ડ ચકાસવા માટે ‘સીરોસર્વે’ (Serosurvey) કરવામાં આવે છે. રેગ્યુલર ટેસ્ટિંગ ઉપરાંતના આ સર્વેક્ષણથી જે તે વિસ્તારમાં કોરોના કમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પહોંચ્યો છે કે કેમ તે પણ જાણી શકાય છે. આ ટેસ્ટમાં સેમ્પલ્સનાં બ્લડ સીરમનો અભ્યાસ કરાતો હોવાથી તેને ‘સીરોટેસ્ટ’ કહેવામાં આવે છે.ગુજરાતમાં આ પ્રકારની કામગીરી નહિં થવા સામે સવાલ ઉઠયા હતા તેને પગલે રાજય સરકારે ગત મહિને અમદાવાદમાં સિરો સર્વે કરાવ્યો હતો. હવે રાજકોટ જીલ્લા સહિત પાંચ શહેર-જીલ્લામાં આ કવાયત હાથ ધરવામાં આવનાર હતી ત્યારે સર્વે મોકૂફ રાખતા લોકોમાં અનેક તર્ક-વિતર્ક શરુ થયા છે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

કોરોનાના સંભવિત જોખમ અંગેનો સર્વે

રાજકોટ જીલ્લામાં 50 સ્થળો પસંદ કરવામાં આવ્યા છે. જયાં કુલ 1700 લોકોનો સર્વે હાથ ધરવામાં આવશે અને તેના આધારે લોકોમાં હર્ડ ઈમ્યુનીટી તથા એન્ટી બોડી વગેરેના તારણ નીકળશે લોકોના બ્લડ રીપોર્ટ મેળવીને તેના આધારે કોરોનાના સંભવિત જોખમ તથા પ્રવર્તમાન રક્ષણ જેવા તારણ નિકળી શકે છે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

સર્વે માટે આરોગ્ય વિભાગમાં પણ ઉતેજના

રાજકોટ જીલ્લામાં પ્રથમ જ વખત સિરો સર્વે થઈ રહ્યો હોવાને કારણે આરોગ્ય વિભાગમાં પણ ઉતેજના હતી અને તડામાર આયોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ કવાયતમાં સામેલ થનારા સ્ટાફને તાલીમ પણ અપાઈ હતી. જીલ્લાના સ્થળોની પસંદગી પણ રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જ કરવામાં આવી છે છતા સ્ટાફ કે અન્ય કોઈ સમસ્યા હોય તો વૈકલ્પિક સ્થળ નકકી કરવાની છૂટ છે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

સંક્રમણ ઘટતુ હોવા પાછળનું કારણ એન્ટીબોડી

આ સર્વે દ્વારા રાજકોટ જીલ્લો કોરોના સામે કેટલો સુરક્ષીત છે તેનો અંદાજ મળી શકશે. ગુજરાતમાં કેટલાંક વખતથી કોરોનાની સતત પીછે હઠ રહી જ હતી. દૈનિક નવા કેસોની સંખ્યા સતત ઘટતી જ રહી છે. સોમવારે સમગ્ર રાજયમાં માત્ર 24 કેસ જ નોંધાયા હતા.એકપણ શહેર જીલ્લામાં કેસ બે આંકડામાં ન હતા.સંક્રમણ ઘટતુ હોવા પાછળનું કારણ એન્ટીબોડી હર્ડ ઈમ્યુનીટી છે કે વાયરસ જ નબળો પડી ગયો છે તે પણ સીરો સર્વેનાં આધારે ચકાસી શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments