રાજકોટ : તરછોડાયેલી બાળકીની મુલાકાત લઇ CMએ કહ્યું સરકાર ખર્ચ આપશે.

0
24

રાજકોટઃ જામનગર હાઈવે પર ઘંટેશ્વરમાં આજે મુખ્યમંત્રી, સુપ્રીમ કોર્ટના જજ એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથના હસ્તે રાજકોટ જિલ્લા અદાલતના નવા બિલ્ડીંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઘંટેશ્વરનાસર્વે નં.૧૫૦ની ૫૬૬૫૮ ચો.મી. જમીનના ક્ષેત્રફળમાં રાજકોટ જિલ્લા અદાલતનું નવું બિલ્ડીંગ ૧૧૮ કરોડના ખર્ચે બનશે. ભોંયતળિયા સહિત પાંચ માળના બિલ્ડિંગનું બાંધકામનું ક્ષેત્રફળ ૩૬૫૨૦ ચો.મી. છે. રાજકોટમાં કુપોષિત બાળકોના વાલીઓ સાથે મુખ્યમંત્રીએ સંવાદ કર્યો હતો. બાદમાં ઠેબચડા ગામની સીમમાંથી મળી આવેલી નવજાત બાળકીની મુલાકાત લેવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમૃતા હોસ્પિટલ પહોંચ્યા હતા અને સંવેદના દર્શાવી હતી. બાળકીના આરોગ્ય અંગે તબીબો સાથે ચર્ચા કરી હતી. આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, બાળકીને બચાવવા કોઇ પણ ખર્ચ થાય તે સરકાર કરશે, મારી ઇચ્છા હતી બાળકીને મળવાની.

વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકી પર કૂતરા દ્વારા હુમલો થયો હતો. સ્થાનિક લોકોએ તેને બચાવી હતી. આ બાળકીને તંત્રએ દત્તક લઇ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. મારી ઇચ્છા હતી કે બાળકીના ખબર અંતર પૂછું. ડોક્ટર સારી રીતે મહેનત કરે છે. ડોક્ટરને કહ્યું છે કે, બાળકીને બચાવવા કોઇ પણ ખર્ચ થાય તો સરકાર કરશે. બાળકીને મોટી કરવી પડે, તેની ચિંતા કરવી પડે આ માટે બધાને સૂચના આપી છે. સઘન સારવાર મળી રહી છે. પોલીસ કમિશનર અને કલેક્ટરનો ધન્યવાદ માનુ છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here