Saturday, September 25, 2021
Homeરાજકોટ : તબીબે બાંયધરીપત્રક ભરાવ્યા કે ‘ઓક્સિજનની અછતથી દર્દીને તકલીફ થાય તો...
Array

રાજકોટ : તબીબે બાંયધરીપત્રક ભરાવ્યા કે ‘ઓક્સિજનની અછતથી દર્દીને તકલીફ થાય તો એ જવાબદારી અમારી નહીં’

રાજકોટમાં ઓક્સિજનની અછત છે એ સત્ય છે અને એનાથી તંત્ર, હોસ્પિટલ, તબીબો, દર્દીઓ અને દર્દીઓનાં સગાં-સંબંધી બધાં જ ખૂબ જ ચિંતામાં છે. વહીવટી તંત્ર દરેક હોસ્પિટલને એકસાથે જથ્થો આપવાને બદલે કટકે કટકે ઓક્સિજન પહોંચાડી સ્થિતિ પર કાબૂ મેળવવા એક-એક કલાકનો જથ્થો પણ મળે એ માટે દોડી રહ્યું છે. તબીબોની ચિંતા પણ અસ્થાને નથી, કારણ કે એક મિનિટ પણ ઓક્સિજન ન મળે તો દર્દી મોતને ભેટી જાય. આવા સમયે અમુક હોસ્પિટલે જવાબદારીમાંથી હાથ ખેંચવા બાંયધરીપત્રકો ભરવાના ચાલુ કર્યા છે.

દર્દીને કોઈપણ તકલીફમાં હોસ્પિટલ કે સ્ટાફ જવાબદાર નહીં
હોસ્પિટલે બાંયધરીપત્રકમાં બતાવ્યું છે જેમાં લખ્યું છે કે રાત્રિના 11 વાગ્યા સુધી જ ચાલે તેટલો જથ્થો છે, કારણ કે ઉપરથી જ ઓક્સિજનની અછત છે. એના માટે હોસ્પિટલ પ્રયત્ન કરી રહી છે છતાં બીજે સુવિધા હોય ત્યાં ટ્રાન્સફર કરવાની સલાહ આપી છે. આ પછીના પેરેગ્રાફમાં લખે છે કે ‘ઓક્સિજનની અછતને કારણે અમારા દર્દીને કોઇપણ જાતની તકલીફ થશે તો તેના માટે હોસ્પિટલ કે કર્મચારી જવાબદાર રહેશે નહિ, આ સ્થિતિ અમે સમજીએ છીએ અને સહી કરીએ છીએ’ આ કહીને સહી લેવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

હોસ્પિટલ દર્દીને બચાવવાની બાંયધરી કેમ નથી આપતી?
હોસ્પિટલ કોઇપણ દર્દીને દાખલ કરે ત્યારે અનેક પ્રકારના બાંયધરીપત્રકો ભરાવી લે છે. જોકે તેઓ કોઇ બાંયધરીપત્રક આપતા નથી કે દર્દી બચાવી જ લેશે. મહામારીને કારણે ઊભી થયેલી કટોકટીમાં સમસ્યા ઉદભવે પણ એનો ઉપાય કરવાને બદલે સીધું પરિણામ જોઈને જો મોત થાય તો તેમના પર જવાબદારી આવશે એ વિચારીને પહેલાંથી જ હાથ ખંખેરી લેવા માટે વિચારેલા આ પેતરા યોગ્ય નથી.

તબીબો પેનિક ફેલાવી રહ્યા છે, તેની અસર પરિવાર પર પડે છે, ઓક્સિજનનો જથ્થો પૂરતો મળશે : કલેકટર
જિલ્લા કલેક્ટરે માહિતી આપતાં જણાવ્યું હતું કે એક દિવસ જથ્થો ઓછો મળ્યો, આ કારણે સ્થિતિ ડામાડોળ થઈ હતી, પણ એને સ્ટેબલ કરવામાં 24 કલાક જેટલો સમય લાગે. હવેથી સપ્લાઇ ચાલુ થઈ ગઈ છે અને રાજકોટને 100 ટન જથ્થો મળશે. આ જથ્થો તબક્કાવાર આવવાનો હોવાથી દરેક હોસ્પિટલ સુધી વારાફરતી પહોંચી જશે. અમુક હોસ્પિટલના તબીબો ગભરાટ ફેલાવી રહ્યા છે, તેમને શાંતિ રાખવા અપીલ કરાઈ છે અને પૂરતો જથ્થો મળી રહેશે એવું કહ્યું છે. તેઓ ગભરાય એટલે દર્દીઓનાં સ્વજનોને પણ ડરાવે છે, જે યોગ્ય નથી. તબીબો કહે છે કે અત્યારે 110 ટન જરૂરિયાત છે, આવતા સપ્તાહે વધીને 150 પણ થઈ શકે છે તો આવી સ્થિતિમાં ઓક્સિજન ક્યાંથી મળશે તેવા પ્રશ્નમાં કલેક્ટરે કહ્યું હતુ઼ં કે જેમ જેમ જરૂરિયાત રહેશે તેમ તેમ ઉચ્ચ કક્ષાએથી આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments