Thursday, August 5, 2021
No menu items!
Homeરાજકોટ : 30 લાખની લૂંટનું નાટક યુવાનને પડ્યું ભારે
Array

રાજકોટ : 30 લાખની લૂંટનું નાટક યુવાનને પડ્યું ભારે

રાજકોટના કાલાવડ રોડ પર ગઇકાલે 30 લાખ રૂપિયાની લૂંટનું નાટક કરનાર સંજય ભીમાણી નામના યુવકને ભારે પડ્યું છે. લોનના હપતા ચડી જતાં સંજયે મિત્ર કેતનની મદદથી 30 લાખની લૂંટનું નાટક કર્યું હતું, આથી પોલીસે સંજય ભીમાણીની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસ કેતનની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ પોલીસને જોઇ જતાં જ કેતને એસિડ પી લીધું હતું, આથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ આજે સવારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

CCTV ફૂટેજ તપાસી ભોગ બનનારની પૂછપરછ કરી

રાજકોટ ઝોન-2ના નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગઇકાલે બપોરના સમયે સ્પીડ વેલ પાર્ટી પ્લોટ નજીક 2 શખસે 30 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાની જાણ ભોગ બનનાર સંજય ભીમાણીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં કરી હતી, જેમાં બનાવ શંકાસ્પદ લાગતાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી અને અલગ અલગ વિસ્તારના CCTV ફૂટેજ તપાસી ભોગ બનનારની પૂછપરછ શરૂ કરી હતી. એમાં સંજય ભીમાણીએ તેને લોનના હપતા ચડી જતાં લૂંટનું નાટક કર્યું હોવાની કબૂલાત આપી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેતનનાં પરિવારજનોએ પોલીસ પર આક્ષેપો કર્યા.
કેતનનાં પરિવારજનોએ પોલીસ પર આક્ષેપો કર્યા.

30 લાખનો ચેક આપતાં કેતને બેંકમાંથી પૈસા ઉપાડી લીધા

રાજકોટના બાલાજી હોલ નજીક આવેલી એસ.જી. એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં સંજય ગત તારીખ 1 જુલાઈથી નોકરી પર લાગ્યો હતો. બાદમાં ગઇકાલે બપોરના સમયે એસ.જી. એન્ટરપ્રાઇઝના માલિક નિલેશ ભાલોડીએ સંજયને એક્સિસ બેન્કમાંથી રૂપિયા 30 લાખ ઉપાડવા ચેક આપ્યો હતો. આ રૂપિયા ઉપાડી સંજય તેના એક મિત્ર કેતનને આપી દીધા હતા અને બાદમાં લૂંટ થયાનું નાટક કર્યું હતું, જેમાં સંજયે લૂંટનું નાટક કર્યું હોવાની કબૂલાત આપતાં પોલીસે મુદ્દામાલ રિકવરી કરવા કેતન પાસે પહોંચી હતી. પોલીસને જોઇને કેતને એસિડ પી લેતાં ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે આજે સવારે 7.30 વાગ્યે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આજે સવારે કેતને સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો.
આજે સવારે કેતને સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો.

3 મકાન અને 2 બિઝનેસ લોનના હપતા ચડી ગયા હતા

3 મકાન અને 2 બિઝનેસ લોનના હપતા ચડી જતાં આરોપી સંજયે લૂંટનો પ્લાન ઘડ્યો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. એમાં આરોપી સંજયની ધરપકડ બાદ પોલીસે 23 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી લૂંટનું નાટક રચવામાં અન્ય કોઇ સામેલ છે કે કેમ એ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ, એસિડ પી આપઘાત કરનાર કેતનના બનેવી દિનેશ ચૌહાણે પોલીસ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે મૃતકના શરીર પર ઇજાનાં નિશાન જોવા મળ્યાં છે. પોલીસે માર મારી દબાણ કર્યું છે. માટે અમે આ બાબતે જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે.

સંજયે પહેલેથી જ સ્ટોરી ઘડી કાઢી હતી

શહેરના 150 ફૂટ રિંગ રોડ પરના બાલાજી ચોકમાં આવેલી એસ.જી.આંગડિયા પેઢીનો કર્મચારી સંજય મંગળવારે બપોરે પેઢીના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા ગયો હતો અને બેંકમાંથી રૂ.30 લાખ ઉપાડીને થેલામાં રાખી આંગડિયા પેઢી તરફ જવા નીકળ્યો હતો. બપોરના 3 વાગ્યે સંજયે પેઢીના માલિકને ફોનથી જાણ કરી હતી કે પોતે મોટામવા વિસ્તારમાં પહોંચ્યો હતો ત્યારે ડબલસવારી બાઇક ધસી આવ્યું હતું, બુકાનીધારી બંને શખસે ઝઘડો કરી ધમકાવીને રૂ.30 લાખની રોકડ ભરેલો થેલો લૂંટી નાસી ગયા હતા. સંજયે આવી સ્ટોરી ઘડી કાઢી હતી.

કેતન પોલીસને જોઈને ડરી ગયો હતો (ફાઇલ તસવીર).
કેતન પોલીસને જોઈને ડરી ગયો હતો

પોલીસે આકરી પૂછપરછ કરતાં સંજયે વટાણા વેરી દીધા

સંજયની વાત સાંભળી આંગડિયા પેઢીના સંચાલકે જાણ કરતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.વી.ધોળા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે આંગડિયા કર્મચારી સંજયની ઊલટ પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો, સંજયે કબૂલાત આપી હતી કે બેંકમાંથી આંગડિયા પેઢીના નાણાં ઉપાડ્યાં બાદ તેની દાનત બગડી હતી અને નવાગામમાં શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીઝ નામે ફેક્ટરી ધરાવતા તેના પિતરાઇ વિમલને પૈસા ભરેલો થેલો લઇ જવા કહ્યું હતું, વિમલે તેના જ કારખાનાની સાથે ભઠ્ઠી ચલાવતા નવાગામ મામાવાડીમાં રહેતા કેતન ભવાન સદાદિયાને રોકડ ભરેલો થેલો લઇ આવવા કહ્યું હતું. કેતન મોટામવા પહોંચ્યો હતો અને રૂ.30 લાખની રોકડ ભરેલો થેલો લઇ નવાગામ ફેક્ટરીએ પહોંચી ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments