રાજકોટ : કમ્પ્યૂટર, પ્રિન્ટર સાથે કાર પર સોલાર લગાવવાનો ગુજરાતમાં પ્રથમ પ્રયોગ

0
0

કોઈ મહિલા પોતાનો તથા પરિવારનો ઉદ્ધાર જાતે કરવાનો નિશ્ચય કરે એ પછી તેને કોઈ રોકી શકતું નથી.21મી સદીની મહિલા તો ઘર ચલાવવા માટે હવે પુરૂષ પર નિર્ભર રહેવાને બદલે આત્મનિર્ભર બનવા લાગી છે. ત્યારે આજે વાત કરવી છે રાજકોટની આત્મનિર્ભર મહિલા અવનીબેન સદાવ્રતીની જેમણે પરિવારને આર્થિક સદ્ધરતા પુરી પાડવા કારમાં સોલાર પેનલ લગાડી ઓફિસ ખોલી છે. અને તેઓ મહિને 15 હજારની આવક કરે છે.

સોલાર પેનલ લગાડી ઓફિસ ખોલી
સોલાર પેનલ લગાડી ઓફિસ ખોલી

પતિને કારમાં ઓફિસ શરુ કરવાનો વિચાર આવ્યો
સૌ પ્રથમ અવનીબેનના પતિ એડવોકેટ આનંદભાઈ સદાવ્રતીએ આ નવતર પ્રયોગ કરવાનો વિચાર આવ્યો હતો. લોકડાઉનના કારણે જયારે કોર્ટ બંધ હતી ત્યારે તેમને આ વિચાર સુજ્યો. અનલોક-1 માં કોર્ટ તો બંધ હતી. પણ સરકારી કચેરીએ અરજદારોના ઝેરોક્ષ, પ્રિન્ટ, પાસપોર્ટ સાઈઝનો ફોટો કાઢવા સહિતના કામ થતા જ હોય છે. તો કારમાં ઓફિસ શરુ કરીએ તો !

અરજદારોના ડોક્યુમેન્ટ્સની ઝેરોક્ષ, પ્રિન્ટ, સહિતના કામ કરે છે
અરજદારોના ડોક્યુમેન્ટ્સની ઝેરોક્ષ, પ્રિન્ટ, સહિતના કામ કરે છે

કારમાં 5 કલાક સુધી કામ કરી શકાય
આ અંગે વાત કરતા આનંદભાઈ જણાવે છે કે, કારમાં સોલાર પેનલ લગાડી ઓફિસ શરુ કરવાની વાત મેં મારા પપ્પાને કરી અને એમનો પણ મને સહયોગ મળ્યો. તેથી અમે બન્નેએ કોઈ ઇલેક્સ્ટ્રીશન વગર સોલર કાર પર લગાડી જેમાં કન્વર્ટર અને ડાયવર્ટર સેટ કરીને કારમાં વીજપુરવઠો પૂરો પાડ્યો. આ માટે તેમણે 1.50 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જેમાં બે સોલાર પેનલની મદદથી કારમાં પંખો, બે પ્રિન્ટર, લેપટોપ પર 5 કલાક સુધી કામ લઇ શકાય છે.

મહેનત કરવાથી અવશ્ય સફળતા મળે છે - અવનીબેન
મહેનત કરવાથી અવશ્ય સફળતા મળે છે – અવનીબેન

અવનીબેન મહિને 10-15 હજારની કમાણી કરે
આ રીતે જૂન 2020થી ગુજરાતમાં પ્રથમવાર આ નવતર પ્રયોગ થયો. શરુઆતમાં જૂની મામલતદાર કચેરી ખાતે આનંદભાઈ કારમાં ઝેરોક્ષ, પ્રિન્ટ સહિતના કર્યો કરતા હતા. પરંતુ ફિઝિકલ કોર્ટની કામગીરી શરુ થતા આનંદભાઈએ કોર્ટમાં પ્રેક્ટિસ શરુ કરી અને તેમના ધર્મપત્ની અવનીબહેને આ વ્યવસાય સાંભળ્યો. તેઓ હાલ જૂની મામલતદાર કચેરીએ જ બેસે છે. જ્યાં તેઓ અરજદારોના ડોક્યુમેન્ટ્સની ઝેરોક્ષ, પ્રિન્ટ, પાસપોર્ટ સાઈઝના ફોટા કાઢવા સહિતના કામ કરે છે અને મહિને 10થી 15 હજારની કમાણી કરે છે.

હાલ જૂની મામલતદાર કચેરીએ જ બેસે છે
હાલ જૂની મામલતદાર કચેરીએ જ બેસે છે

મહેનત કરવાથી અવશ્ય સફળતા મળે છે – અવનીબેન
પોતાના આ નવતર કાર્ય અંગે અવનીબેન જણાવે છે કે, કોઈપણ કામ કરવા માટે તમારા પાર્ટનરનો સાથ અનિવાર્ય છે. મને આ વ્યવસાય સાંભળવા મારા પતિએ પ્રોત્સાહન આપ્યું. માટે આજે હું પરિવારને આર્થિક ટેકો આપી શકું છું. હું બધાને કહીશ કે જો તમે મક્કમ નિર્ધાર કરશો તો કોઈ પણ કામ કરી શકશો. દુઃખ આવે ત્યારે રડવાથી કોઈ ઉકેલ આવતો નથી. પરંતુ મહેનત કરવાથી અવશ્ય સફળતા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here