રાજકોટ : સરકાર ટેકાના ભાવે ચણાની ખરીદીનું કરી રહી છે નાટક, કિસાન સંઘે ઉગ્ર વિરોધ કર્યો

0
5

રાજ્ય સરકાર દ્વારા બે દિવસ પહેલા ચણાની પ્રતિ મણ રૂપિયા 1020 ના ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઇ છે પરંતુ ગત વર્ષે પ્રતિ ખેડૂત દીઠ 125 મણને બદલે માત્ર 50 કિલો લેખે ખરીદી શરૂ કરાતા ભારતીય કિસાન સંઘે સરકારનું આ નાટક ગણાવીને ઉગ્ર વિરોધ કર્યો છે.

આજે કિસાન સંઘના ખેડૂતો જિલ્લા કલેકટર કચેરીએ ધસી આવ્યા હતા અને સરકારની આ નીતિ સામે બેનર પ્રદર્શિત કરી સુત્રો પોકારી તથા આવેદનપત્ર આપીને રોષ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું હતું કે 50 મણ ચણા હાલ ડીઝલના અસહ્ય ઊંચા ભાવ અને મોંઘવારીના કારણે ખેડૂતોને લાવવા લઈ જવા માટે જ ખર્ચ વધી જાય છે અને સરકારનો ટેકો ખેડૂતોને મળતો નથી આથી કમ સે કમ ખેડૂત દીઠ 200 મણ ચણાની ખરીદી કરવાની માગ ઉચ્ચારાઈ રહી હતી અને જો તેમ નહીં કરાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચણાનો પણ મબલક પાક થયો હોય યાર્ડમાં તે હાલ રૂપિયા 800થી 900ના ભાવે વેચાઈ રહેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here