રાજકોટ : સૌથી વધુ લોધિકામાં 55.44 ટકા અને સૌથી ઓછું જામકંડોરણામાં 41.48 ટકા મતદાન થયું

0
2

રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં સવારના 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઇ ગયો છે. જેમાં જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 111 ઉમેદવારો અને 11 તાલુકા પંચાયતની 202 બેઠક પર મતદાન થઇ રહ્યું છે. કુલ 586 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. ગોંડલ નગરપાલિકામાં 46.95 ટકા મતદાન થયું છે. આટકોટની કન્યા શાળામાં EVM ખરાબ થતા બીજુ બદલી આપવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં 46.89 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ લોધિકામાં 55.44 ટકા અને સૌથી ઓછું જામકંડોરણામાં 41.48 ટકા મતદાન થયું છે. જેતપુરમાં ચૂંટણીમાં ફરજ પર હાજર ન થતા ચાર કર્મચારીઓ વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ થયું છે. ગઇકાલે ચારેય સરકારી કર્મચારીઓને ફરજ પર હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. પરંતુ હાજર ન થતા ધરપકડનું વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું.

રાજકોટની 11 તાલુકા પંચાયતમાં 3 વાગ્યા સુધીનું મતદાન

તાલુકા પંચાયતનું નામ મતદાનની ટકાવારી
રાજકોટ 54.34
કોટડાસાંગાણી 51.01
લોધિકા 55.44
પડધરી 54.86
ગોંડલ 41.54
જેતપુર 45.34
ધોરાજી 45
ઉપલેટા 43.66
જામકંડોરણા 41.48
જસદણ 45.61
વિંછીયા 42.10

ગોંડલ તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં વહેલી સવારથી લાંબી લાઇન

ગોંડલ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદારો મતદાન કરવા માટે વહેલી સવારથી ઉમટી પડ્યા છે. ગોંડલમાં 90 મતદાન મથક પર મતદાન થઇ રહ્યું છે. જેમાં 32 મતદાન મથક સંવેદનશીલ છે. ગોંડલ તાલુકા પંચાયતની 21 બેઠક, જિલ્લા પંચાયતની 5 બેઠક, નગરપાલિકાની 39 બેઠકની માટે મતદાન થઇ રહ્યું છે. દરેક મતદાન મથક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

ગોંડલમાં મતદારો ઉમટ્યા.

ગોંડલમાં મતદારો ઉમટ્યા.

રાજકોટ જિલ્લામાં 3000 પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે – રાજકોટ જિલ્લા પોલીસ વડા

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીને પગલે જિલ્લા પોલીસ દ્વારા 1146 મતદાન મથક પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જિલ્લામાં 3 હજાર પોલીસ જવાનો તૈનાત છે. અત્યાર સુધીમાં 92 ટકા પરવાના વાળા હથિયારો કબ્જે લેવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં 14 સ્થળે ચેકપોસ્ટ શરૂ કરાઇ છે અને ત્યાં 18831 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. આ ચુંટણીમાં 1082 પોલીસ જવાન, SRPની બે કંપની અને એક પ્લાટુન, એક કંપની CICFની અને 1625 હોમગાર્ડ GRD સહિત 3 હજાર જવાનો બંદોબસ્તમાં તૈનાત છે.

મતદાન મથક પર પોલીસનું ચુસ્ત બંદોબસ્ત.

મતદાન મથક પર પોલીસનું ચુસ્ત બંદોબસ્ત.

લોભ, લાલચ અને ભય વગર આજે મતદારો મતદાન કરે – કલેકટર

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને મતદાન સંદર્ભે ગ્રામ્ય વિસ્તારના મતદારોને વધુ પ્રમાણમાં મતદાન કરવાની અપીલ કરતા જણાવ્યું હતું કે કોરોના કાળ વચ્ચે વહીવટીતંત્ર દ્વારા તમામ તકેદારીઓ લેવામાં આવી છે. કોઈપણ જાતના લોભ, લાલચ અને ભય વગર આજે મતદારો મતદાન કરે આજે સાંજે છ વાગ્યા સુધીમાં જેટલા મતદારો મતદાન મથકમાં આવી ગયા હશે તે તમામને મતદાન કરવા દેવામાં આવશે અને જો લાંબી લાઈન હશે તો ટોકન આપીને મોડે સુધી પણ મતદાન કરાવવાની સગવડતા તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. બીજી તરફ ચૂંટણી અધિકારીઓ દ્વારા વોટીંગ મશીનના સ્ટ્રોંગ રૂમ અને રીસીવીંગ ડિસ્પેચીંગ સેન્ટરોમાં જરૂરી તમામ સગવડતા અને સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવી હોવાનું અંતમાં જણાવાયું છે.

થર્મલ ગનથી મતદારોનું ટેમ્પરેચર માપવામાં આવ્યું.

થર્મલ ગનથી મતદારોનું ટેમ્પરેચર માપવામાં આવ્યું.

મતદાન મથકોને સેનીટાઈઝ કરવામાં આવ્યા છે

રાજકોટ જિલ્લામાં પંચાયત, પાલીકાની ચૂંટણીઓનું મતદાન કરવા મતદારો આવી રહ્યા છે ત્યારે આ તમામ મતદાન મથકોને સેનીટાઈઝ કરવામાં આવ્યા છે. મતદારોને સોશ્યલ ડીસ્ટન્સ સાથે પ્રવેશ આપવામાં આવ રહ્યો છે અને તમામ મતદારને હાથ સેનીટાઈઝ કરી હેન્ડગ્લોવ્ઝ પણ આપવામાં આવ્યા છે. ફરજ પરના સ્ટાફને તમામ મતદાન મથકોમાં ફેસશિલ્ડ, હેન્ડગ્લોવ્ઝ અને સેનેટાઈઝર સહીતની સગવડતાઓથી સજ્જ થઈને કાર્ય કરી રહ્યા છીએ.

મોટી સંખ્યામાં મહિલાઓ પણ મતદાન કરવા ઉમટી.

મોટી સંખ્યામાં મહિલાઓ પણ મતદાન કરવા ઉમટી.

રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારના નામ

બેઠકનું નામ ભાજપ કોંગ્રેસ
આણંદપર પૂજા કોરડીયા બાલોન્દ્રા નયના
આટકોટ દક્ષા રાદડીયા ખાખરીયા હર્ષા
બેડી સુમિતા ચાવડા આશા સાદરીયા
બેેડલા સવિતા ગોહેલ સવિતા કુમારખેનીયા
ભાડલા મુકેશ મેર મનસુખ સાકરીયા
ભડલી વાલી તલાવડીયા ગીતા ચૌહાણ
બોરડી સમઢીયાળા ભુપત સોલંકી મનજી મકવાણા
ચરખડી અમૃત મકવાણા દિનેશ પાતર
દડવી કંચન બગડા સોનલ બગડા
દેરડી રાજેશ ડાંગર મુકેશ દેથલીયા
ડુમિયાણી જાહી સુવા ગીતાા ચાવડા
જામકંડોરણા જ્યોત્સના પાનસૂરીયા ભારતી બાલધા
કમળાપુર રામભાઈ સાકરિયા ખોડા દુધેરીયા
ત્રંબા ભુપત બોદર પંકજ નસીત
કોલીથડ સહદેવિસંહ જાડેજા પ્રતીબા જાડેજા
કોલકી જયંતીભાઈ બરોચીયા સરોજ જીવાણી
કોટડાસાંગાણી શૈલેષ વઘાસીયા અર્જુન ખાટરીયા
કુવાડવા પ્રવિણા રંગાણી ભાવિકા ડોબરીયા
મોટીમારડ વિરલ પનારા રાજેશ કોટડીયા
મોવિયા લીલાવંતી ઠુંમર વર્ષા સોજીત્રા
પડધરી મનોજ પેઢડીયા અશ્વિન ગેડીયા
મોટી પાનેલી જયશ્રી ગેડીયા મીરા ભાલોડીયા
પારડી અલ્પા તોગડીયા શોભના વેકરીયા
પેઢલા ભાવના બાંભરોલીયા ક્રિષ્ના વસોયા
પીપરડી સિવતા વાછાણી રાેખા કોરડીયા
સાણથલી નિર્મળા ભુવા શારદા દાડુક
સારપદડ સુમા લુણાગરીયા નારણ શીલાળા
સરધાર નીલેશ વિરાણી ભરત લક્કડ
શિવરાજગઢ શૈલેષ ડોબરિયા નટુ ગોડલીયા
શિવરાજપુર હિમંત ડાભી રણજીત મેણીયા
સુપેડી ભાનુ બાબરિયા વનીતા સોલંકી
થાણા ગાલોળ પ્રવીણ કયાડા પરસોતમ રાદડિયા
વેરાવળ ગીતા ટીલાળા પ્રફુલા જાડેજા
વીંછિયા નિતીન રોજાસરા અરવિંદ તલસાણીયા
વીરપુર અશ્વિન ડોબરિયા વિલાસ ગેડીયા
લોધિકા મોહન દાફડા ભીખા સાગઠીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here