Monday, September 20, 2021
Homeરાજકોટ : જામનગરની અદાલતે ભરણપોષણની અરજીમાં આપ્યો મહત્ત્વનો ચુકાદો
Array

રાજકોટ : જામનગરની અદાલતે ભરણપોષણની અરજીમાં આપ્યો મહત્ત્વનો ચુકાદો

અનૈતિક સંબંધ રાખનાર પરિણીતા ભરણપોષણ મેળવવા હક્કદાર ન હોવાની ટકોર કરી જામનગરની અદાલતે ભરણપોષણના એક કેસમાં મહત્ત્વનો ચુકાદો આપી પરિણીતાએ કરેલી વચગાળાની રાહતની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે.

પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

વારંવાર પિયર જતી રહેતી હતી

રાજકોટના એડવોકેટ સંદીપ અંતાણીએ કેસની વિગત આપતા જણાવ્યું કે, જૂના થોરાળા વિસ્તારના વિજયનગર-4માં રહેતા ગિરિશ નામના યુવાનના લગ્ન 2014માં જામનગરની યુવતી સાથે થયા હતા. પત્નીના પિયરિયાઓ અંધશ્રદ્ધામાં માનતા હોવાથી દિનેશ નામના ભૂવા પાસે દાણા જોવડાવતા હતા. તે દરમિયાન પત્નીને દિનેશ સાથે અનૈતિક સંબંધો હોય તે અવારનવાર જામનગર પિયર જતી રહેતી હતી.

ભત્રીજા સાથેના સંબંધનો ભાંડો ફૂટ્યો હતો

પત્ની લાંબો સમય સુધી મોબાઇલ પર વાત કરતી રહેતી હતી. ત્યારે એક વખત તેના મોબાઇલનું રિચાર્જ પૂરું થઇ જતા ભત્રીજાના મોબાઇલમાં દિનેશ ભૂવા સાથે વાત કરી હતી. આ સમયે ભત્રીજાના મોબાઇલનું રેકોર્ડિંગ ચાલુ હોય પરિણીતાએ તેના પ્રેમી એવા ભૂવા સાથે કરેલી બીભત્સ વાતો રેકર્ડ થઇ જતા સમગ્ર બનાવનો ભાંડો ફૂટી ગયો હતો. ભાંડો ફૂટી જતા પરિણીતા તેના માવતર ચાલી ગઇ હતી. પાછળથી યુવાને કબાટ ચેક કરતા અંદરથી દિનેશ ભૂવાને પત્નીને લોહીથી લખેલા પત્રો તેમજ બંનેના ફોટાઓ મળી આવ્યા હતા.

પરિણીતાએ બચાવ માટે ખોટી ફરિયાદ નોંધાવી હતી

બીજી તરફ અનૈતિક સંબંધનો પર્દાફાશ થયા બાદ પરિણીતાએ લાજવાને બદલે પતિ ગિરિશ, જેઠ લલિતભાઇ અને જેઠાણી જમનાબેન સામે જામનગરની કોર્ટમાં ઘરેલુ હિંસા હેઠળ ફરિયાદ નોંધાવી હતી. કોર્ટમાં ફરિયાદ નોંધાવ્યાના થોડા સમય બાદ પરિણીતાએ વચગાળાની રાહત મેળવવા માટે ભરણપોષણની રકમ અને રૂ.5 લાખ માનસિક નુકસાનીનું વળતરની માંગ કરી હતી. અરજીને પગલે અદાલતે રાજકોટ સ્થિત પરિણીતાના પતિ, જેઠ, જેઠાણીને કોર્ટમાં હાજર રહેવા નોટિસ આપી હતી. નોટિસને પગલે યુવાન તેના ભાઇ, ભાભી સાથે તેમજ પત્નીના કરતૂતના પુરાવાઓ સાથે કોર્ટમાં હાજર થયો હતો.

કોર્ટે અરજી નામંજૂર કરી

પત્ની ચરિત્રહીન જીવન જીવતી હોવાના તમામ પુરાવાઓ હોય ત્યારે આવા સંજોગોમાં વચગાળાની અરજી મંજૂર કરી ન શકાયની દલીલ કરાઇ હતી. ત્યારે અદાલતે તમામ પુરાવાઓને તેમજ દલીલોને ધ્યાને રાખી આવા કિસ્સામાં પરિણીતા ખાધાખોરાકી મેળવવા હક્કદાર ન હોવાની ટકોર કરી પરિણીતાની ભરણપોષણ આપવા અંગેની અરજીને નામંજૂર કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments