Monday, October 18, 2021
Homeરાજકોટ : બીજી લહેરમાં 800 નજીક પહોંચેલા કેસની સંખ્યા હવે 90 નીચે
Array

રાજકોટ : બીજી લહેરમાં 800 નજીક પહોંચેલા કેસની સંખ્યા હવે 90 નીચે

રાજકોટમાં કોરોનાની ગતિ પર બ્રેક લાગી હોય તેવું સરકારી આંકડા અને હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા પરથી લાગી રહ્યું છે. બીજી લહેરમાં 800 નજીક પહોંચેલી કેસની સંખ્યા હવે ઘટીને 90 નીચે આવતી રહી છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 42156 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 522 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 18 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. રાજકોટમાં 24 કલાકમાં 3 દર્દીના મોત નીપજ્યા છે. જોકે, આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં એક્ટિવ કેસ 847

રાજકોટ શહેર અને ગ્રામ્યમાં કોરોનાના કેસ હવે ઘટીને 100ની નજીક પહોંચી ગયા છે. ગઇકાલે મનપા વિસ્તારમાં 83 અને ગ્રામ્યના 33 સહિત 116 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 56761 થઈ છે. શહેરમાં હવે 522 જ્યારે ગ્રામ્યમાં 325 સહિત કુલ એક્ટિવ કેસ 847 રહ્યાં છે. હોસ્પિટલ મોટાભાગની ખાલી થઈ ગઈ છે અને સિવિલમાં પણ 100 કરતા ઓછા દર્દી સારવાર લઈ રહ્યા છે.

જૂન મહિનામાં 4 હજાર કરતા ઓછા કેસ નોંધાય તેવી શક્યતા

બીજી તરફ મૃતાંક પણ ઘટ્યો છે. આશરે અઢી મહિના બાદ ગઇકાલે 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 2નાં મોત નીપજ્યા હતા. હજુ આ આંક ઘટીને 0 થાય તેવા પ્રયાસો થઈ રહ્યાં છે. જેમ જેમ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઘટશે તેમ તેમ મૃતાંક પણ ઘટતો જશે. બીજી લહેરનો અંત આવી ગયો છે અને જૂન મહિનામાં 4 હજાર કરતા ઓછા કેસ નોંધાય તેવી શક્યતા છે.

મૃત્યુઆંકમાં એપ્રિલ માસ સૌથી આકરો રહ્યો

રાજકોટ શહેરે એપ્રિલ માસમાં કોરોનાની બીજી લહેરનો સૌથી ઘાતક પ્રહાર સહન કર્યો છે. કેસની દૃષ્ટિએ, ટેસ્ટની દૃષ્ટિએ અને મૃતાંકની ગણતરીએ પણ એપ્રિલ માસ સૌથી આકરો રહ્યો હતો. જ્યારથી કોરોના શરૂ થયો ત્યારથી 31 મે સુધીની સ્થિતિનું એનાલિસિસ કરતા હવે કેસ ઘટી રહ્યા હોવાના નિર્દેશ મળ્યા હતા કારણ કે, એપ્રિલમાં જે 14496 કેસ હતા તે મે માસમાં ઘટીને 8313 થયા હતા અને ક્રમશ: કેસ ઘટી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments