Monday, September 20, 2021
Homeરાજકોટ : ચાર દીકરી હોવાથી સૌથી મોટી 14 વર્ષની પુત્રીના લગ્ન માતા-પિતાએ...
Array

રાજકોટ : ચાર દીકરી હોવાથી સૌથી મોટી 14 વર્ષની પુત્રીના લગ્ન માતા-પિતાએ નક્કી કરી નાખ્યા

રાજકોટમાં શનિવારે પરપ્રાંતીય મજૂર પરિવાર પોતાની સગીર વયની દીકરીના લગ્ન લીધા હતા. પરપ્રાંતીય પરિવારમાં ચાર દીકરી હતી. જેમાં સૌથી મોટી 14 વર્ષની દીકરીના લગ્ન નક્કી કર્યા હતા, પરંતુ લગ્નવિધિ શરૂ થાય તે પહેલા જ તંત્રએ અટકાવ્યા હતા અને માતાપિતા પાસેથી તેની દીકરી પુખ્ત વયની થાય ત્યારબાદ જ લગ્ન કરશે તેવું બાંહેધરી પત્રક લીધું હતું. 181 ટીમના કાઉન્સેલર કોમલબેન સોલંકીએ જણાવ્યું હતું કે, 181 ટીમને શનિવારે બાતમી મળી હતી કે શહેરમાં એક પરિવારમાં સગીર વયની દીકરીના લગ્ન થાય છે.

દીકરીની ઉમરના પુરાવા નહોતા

આ બાતમી મળતાં જ 181ની ટીમ અને અન્ય સંબંધિત વિભાગની ટીમ પહોંચી હતી. સ્થળ પર પહોંચીને તેના માતાપિતા પાસે આધાર પુરાવા માગ્યા હતા, પરંતુ તેની પાસે હતા નહિ. આ બન્ને પરિવાર પરપ્રાંતીય છે અને મજૂરી અર્થે તેઓ રાજકોટ આવ્યા છે. દીકરાનો પરિવાર રાજકોટથી 15 કિલોમીટર દૂર રહે છે. જ્યારે દીકરીનો પરિવાર શહેરમાં રહે છે. દીકરી-દીકરાની ઉંમરના આધાર પુરાવા હતા નહિ. દીકરીના માવતરે પોતાની દીકરીની ઉંમર 14 વર્ષની બતાવી હતી અને દીકરાના પિતાએ પોતાના દીકરાની ઉંમર 21 વર્ષની જણાવ્યું હતું.

બાળકીના માતા-પિતાનું કાઉન્સેલિંગ કર્યું

પૂછપરછમાં દીકરીના માતાપિતાએ કબૂલાત આપી હતી કે, દીકરીના માતાપિતા બન્ને મજૂરી કામ કરે છે. તેને સંતાનમાં ચાર દીકરી અને એક દીકરો છે. જેના લગ્ન હતા તે સૌથી મોટી ઉંમરની છે. દીકરી અભ્યાસ કરતી નહોતી. સમયસર દીકરીના લગ્ન થઇ જાય તેવા વિચારથી તેને પોતાની દીકરીના લગ્ન નક્કી કર્યા હતા અને શનિવારે લગ્ન રાખ્યા હતા. વર કન્યાના માતા-પિતાને બાળલગ્ન વિશે કાઉન્સેલિંગ કરીને સમજાવેલ અને કાયદાકીય માહિતી આપેલ. રાજકોટ બાળલગ્ન અધિકારીની ટીમ ઘટનાસ્થળ પર આવેલ તેઓએ વર-કન્યાના માતા-પિતાનું બાંહેધરી લીધેલ 18 વર્ષ પૂર્ણ થયા પછી કિશોરીલગ્ન કરી શકશેે.

માતા-પિતાએ એકપણ સંતાનને અભ્યાસ કરાવ્યો નથી

દીકરીને પરિવારમાં રહેવું છે કે સંસ્થામાં રહેવું છે એવું પૂછતા તેને પોતાના પરિવાર સાથે રહેવાનું જણાવતા તેને પરિવારને સોંપવામાં આવી હતી. 181 ની ટીમે બન્ને પરિવારજનોનું કાઉન્સેલિંગ કર્યું હતું અને કાયદાકીય માહિતી આપી હતી. દીકરીના માતાપિતા પાસે બાંહેધરી પત્રક લીધું હોવાથી હવે તે પોતાની દીકરીના લગ્ન 18 વર્ષ બાદ જ કરાવી શકશે. 181ની ટીમે કાઉન્સેલિંગ કરીને આગળની કાર્યવાહી બાળલગ્ન પ્રતિબંધક અધિકારીને સોંપી હતી. આર્થિક રીતે સક્ષમ નહિ હોવાથી દીકરીના માતાપિતાએ પોતાના કોઇ પણ સંતાનને અભ્યાસ કરાવ્યો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments