રાજકોટ : નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાયરસને નિયંત્રણ કરી શકાય

0
2

હોળી-ધૂળેટીનો તહેવાર શિયાળો અને ઉનાળાની ઋતુ વચ્ચે આવે છે. આ સમય દરમિયાન મિશ્ર વાતાવરણને કારણે બિમારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. પરંતુ છેલ્લા એક વર્ષથી તો વૈશ્વિક મહામારી સમો કોરોના વાયરસ કે જે આખી દુનિયા પર હાવી થયો છે. બીજી તરફ હોળી-ધૂળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટમાં કામધેનુ આયોગ દ્વારા વૈદિક હોળી કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. હોળી વૈદિક રીતે કરવામાં આવે તો તેમાં ગાયના ગોબર, ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી, નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં વાયરસને નિયંત્રણ કરી શકાય છે તેવું માનવામાં આવી રહ્યું છે.

કેવી રીતે કલર બનાવવો તે અંગે ઓનલાઇન વેબીનાર યોજાયો
રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા ભારતભરમાં જેટલી ગૌશાળા જોડાયેલી છે તે તમામને એક સાથે ઓનલાઇન વેબીનાર યોજી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કલર કેવી રીતે બનાવવા જેથી નુકશાન ન થાય તે અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગાયના ગોબરને બારીકાઈથી ભૂક્કો કરી તેમાં પ્રાકૃતિક અને અન્ય કલર મિશ્રણ કરી કલર બનાવવામાં આવ્યા છે. આ કલરના ઉપયોગથી માણસના શરીર કે ચામડીને એક પણ પ્રકારનો રોગ થાય નહિ તે હેતુથી ગાયના ગોબરમાંથી કલર પણ તૈયાર કરવામાં આવ્યા છે.

ગાયના ગોબરમાંથી બનાવેલા કલરથી શરીરને કોઇ નુકસાન થતું નથી-મિતલ ખેતાણી.
ગાયના ગોબરમાંથી બનાવેલા કલરથી શરીરને કોઇ નુકસાન થતું નથી-મિતલ ખેતાણી.

ગોબરમાં લક્ષ્મીજીનો નિવાસ છે તે પણ લોકોમાં સમજાવાનો પ્રયત્ન
કામધેનુ આયોગના મિતલ ખેતાણીએ જણાવ્યું હતું કે, આ વર્ષે દેશ અને વિશ્વમાં જ્યાં જ્યાં હોળી અને ધૂળેટીનો તહેવાર ઉજવાતી હોય છે ત્યાં અમે એક એવો પ્રયત્ન કર્યો છે કે, વૈદિક હોળી ઉજવાય. ગાયને આપણે કામધેનુ કહીએ છીએ. તેના પંચગવ્યથી દેશના અર્થકારણની કાયાપલટ બદલી શકે છે. ગાયનું ગોબર જે વેસ્ટમાં જાય છે તેનું પણ મૂલ્ય ખેડૂતો અને પશુપાલકોને મળે અને ખાસ કરીને ગૌશાળા-પાંજરાપોળને મળે તવો પ્રયત્ન કર્યો છે. ગોબરમાં લક્ષ્મીજીનો નિવાસ છે તે પણ લોકોમાં સમજાવાનો પ્રયત્ન કર્યો છે. ગાયના ગોબરમાંથી બનતા છાણા, અને તેમાંથી બનતો કલક પણ લોકો કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ઉપયોગ કરી ઉજવણી કરે.

ગાયના ગોબરમાં પ્રાકૃતિક કલર ભેળવી કલર બનાવાયા.
ગાયના ગોબરમાં પ્રાકૃતિક કલર ભેળવી કલર બનાવાયા.

રાત્રિ કર્ફ્યુ પહેલા હોલિકાદહન કરવા લોકોને અપીલ
રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને રાખી હોળી પર્વની ઉજવણી કરવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ આ વર્ષે કોઇ પણ જગ્યાએ લોકો એકઠા થઇ ધૂળેટીના પર્વની ઉજવણી નહિ કરી શકે તે માટે રાજ્ય સરકારે પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. જેની કડક અમલવારી દરેક જગ્યા પર કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ પણ લાદવામાં આવ્યું છે. જેથી આ 4 મહાનગરોમાં કર્ફ્યુ સમય શરૂ થાય એ પહેલા જ હોલિકા દહન કરી હોળીના દર્શન કરી લેવા સૂચના આપવામાં આવી છે. જેમાં પણ સંક્રમણ વધુ ન ફેલાય તેની કાળજી રાખવા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here