રાજકોટ: એક જ રાત્રિએ એક સાથે 6 દુકાનોના શટર તોડીને તસ્કરી કરી આ સમગ્ર ઘટના CCTVમાં કેદ

0
9

ગોંડલના દેરડીકુંભાજી ગામે ચોરીનું પ્રમાણ વધ્યું છે. ગત રાત્રિએ 4 તસ્કરોની ટોળકીએ એક જ રાત્રિએ એક સાથે 6 દુકાનોના શટર તોડીને તસ્કરી કરી છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોથી તસ્કરોને ચોરી કરવા માટે મોકળું મેદાન મળી ગયું હોવાથી તેઓ બેખોફ બન્યા છે. જેના પરિણામે પોલીસના પેટ્રોલિંગ ઉપર સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે. તેમાં લોકોએ એવી અટકળો પણ લગાવી રહ્યાં છે કે, પોલીસ પેટ્રોલિંગના અભાવે જ તસ્કરો બેફામ ફાવી ગયા છે. તસ્કરોએ નમકીન પણ છોડ્યું નહોતું.

6 દુકાનોના શટરના તાળા તોડી તસ્કરોએ ચોરી કરી
દેરડીકુંભાજી ગામાં વિતેલા ચોવીસ કલાક દરમિયાન હોટલ સોમનાથ, ખોડીયાર ઓટો ઈલેક્ટ્રિક, જલારામ ઓટો કન્સલ્ટ, ધનલક્ષ્મી લેમિનેશન ડોર, ઉમા મોટર રિવાઈન્ડિંગ, કુળદેવી રોલિંગ શટર નામની દુકાનોને નિશાન બનાવી હતી. ગઇકાલે રાત્રે તસ્કરોએ દુકાનના શટરના તાળા તોડી દીધા હતા અને ત્યારપછી અંદર પ્રવેશીને ચોરી કરીને તે સ્થળેથી પલાયન થઈ ગયા હતા.

શટર ઉંચકાવી તસ્કરોએ ચોરી કરી.
શટર ઉંચકાવી તસ્કરોએ ચોરી કરી.

4 તસ્કરોની ટોળકીએ નમકીન પણ ન છોડ્યું
ભૂખ્યા તસ્કરોએ નમકીન પણ છોડ્યું ન હોવાનું બહાર આવ્યું છે. દેરડીકુંભાજી ગામે વારંવાર બનતી ચોરી અને ચોરીના પ્રયાસની ઘટનાને લઇને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. અને લોકોએ પોલીસની નબળી પેટ્રોલિંગ કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. વધુમાં લોકોએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, પોલીસની નબળી કાર્યપ્રણાલીને કારણે જ તસ્કરોને ચોરી કરવા માટે મોકળું મેદાન મળી ગયું છે.

ચાર તસ્કર સીસીટીવીમાં કેદ થયા.
ચાર તસ્કર સીસીટીવીમાં કેદ થયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here