Tuesday, September 21, 2021
Homeરાજકોટ : રાખડી બનાવવાની જરૂર જ ન પડી, ગત વર્ષના સ્ટોકનું એક...
Array

રાજકોટ : રાખડી બનાવવાની જરૂર જ ન પડી, ગત વર્ષના સ્ટોકનું એક મહિનામાં 100 કરોડનું ટર્નઓવર

વર્ષે કોરોનાની અસરને કારણે રાજકોટની રાખડી બજારમાં વેપારીઓને નુકસાની સહન કરવાની નોબત આવી હતી. ગત વર્ષની ખોટ આ વર્ષે વેપારીઓને ફાયદો કરાવી ગઇ છે.આ વખતે વેપારીઓને નવી રાખડી બનાવવાની કોઇ જરૂર જ નથી પડી. ગત વર્ષનો જે જૂનો સ્ટોક હતો તે આ વખતે જુલાઇ મહિનામાં એટલે કે રક્ષાબંધનના એક વર્ષ પહેલા જ પૂરો થઇ ગયો છે. આ વર્ષે રાખડી બનાવવાની કોઇ જરૂર જ નથી પડી. રાજકોટમાં બનતી રાખડીની ડિમાન્ડ આખા દેશમાં છે અને હાલ તે બજારમાં પહોંચી ગઇ છે. એક મહિનામાં રાજકોટના હોલસેલ માર્કેટમાં રાખડીની બજારમાં રૂ.100 કરોડનું ટર્નઓવર થયું છે.

ગયા વર્ષે ડિમાન્ડ ઓછી હતી

રાજકોટ ઈમિટેશન જ્વેલરી એસોસિએશનના પ્રમુખ જિગ્નેશભાઈ શાહના જણાવ્યાનુસાર ગત વર્ષે રાખડી બજારમાં માત્ર 30 ટકા જ ઓર્ડર મળ્યા હતા અને તે દરેક વખત કરતા બે મહિના મોડા હતા. જેથી માર્ચ મહિનાને બદલે મે મહિનામાં રાખડીનું ઉત્પાદન શરૂ કર્યું હતું. અન્ય રાજ્યમાં લોકડાઉન હોવાને કારણે રાખડીની ડિમાન્ડ બહુ ઓછી રહી હતી અને વેપારીઓએ બનાવેલી રાખડીનો નિકાલ થયો ન હતો. ગત વખતે કોરોનાને કારણે અન્ય રાજ્યના વેપારીઓએ રૂ.1થી લઇને રૂ.10 સુધીની જ રાખડીની ખરીદી કરી હતી, પરંતુ આ વખતે રૂ.10 થી લઈને રૂ.100 સુધીની કિંમતની રાખડીની ડિમાન્ડ બજારમાં રહી છે.

ઇમિટેશન દાગીનાની ડિમાન્ડ નીકળવાની આશા

હાલ ઈમિટેશન માર્કેટમાં જ્વેલરીની ડિમાન્ડ પ્રમાણમાં ઓછી હોવાનું વેપારી જણાવે છે. જો તહેવાર પહેલાની જેમ ઉજવાય તો ઈમિટેશન જ્વેલરીમાં કાનની બૂટીથી લઇને મોટા દાગીનાની ડિમાન્ડ નીકળવાની આશા વેપારીઓએ વ્યક્ત કરી છે. એટલે હવે વેપારનો બધો મદાર તહેવાર પર રાખીને વેપારીઓ બેઠા છે. ગત વર્ષે હોલસેલ માર્કેટમાં માત્ર રૂ.45 લાખનો જ વેપાર થયો હતો.તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.

રાખડી બનાવીને 10 હજાર બહેનો પગભર બને છે

રાજકોટમાં અંદાજિત 10 હજારથી વધુ બહેનો રાખડીના વ્યવસાયથી રોજગારી મેળવે છે. રાજકોટમાં બનતી રાખડીની ડિમાન્ડ દિલ્હી, મુંબઈ, પંજાબ, રાજસ્થાન, યુપી જેવા રાજ્યોમાં હોય છે. રાજકોટમાં 200 થી 300 જેટલા વેપારીઓ રાખડી બનાવે છે અને 10 હજારથી વધુ બહેનોને રોજીરોટી મળે છે. રુદ્રાક્ષ, ચંદનની રાખડી અને સિમ્પલ રાખડી એવરગ્રીન રહી છે. દર વર્ષે આ બિઝનેસમાં લાગલગાટ વૃદ્ધિ પણ થતી રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments