Tuesday, September 21, 2021
Homeરાજકોટ : કુલ કેસની સંખ્યા 14945 પર પહોંચી, હોસ્પિટલમાં 341 દર્દી સારવાર...
Array

રાજકોટ : કુલ કેસની સંખ્યા 14945 પર પહોંચી, હોસ્પિટલમાં 341 દર્દી સારવાર હેઠળ; ભાજપના મહામંત્રી કોરોના સંક્રમિત બન્યા

રાજકોટમાં કોરોના વાયરસની ગતિ ધીમી પડી રહી છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 14945 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 341 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે રાજકોટમાં 66 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખના સરપંચ સંવાદ કાર્યક્રમ બાદ રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી કોરોના સંક્રમિત બન્યા છે.

ભાજપને સરપંચ સંવાદ કાર્યક્રમ ભારે પડ્યો

રાજકોટમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના સરપંચ સંવાદ કાર્યક્રમ બાદ રાજકોટમાં ભાજપના ત્રીજા નેતા કોરોના સંક્રમિત બન્યા છે. રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનીષ ચાંગેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓને હોમ આઇસોલેટ કરાયા છે. આ પહેલા જિલ્લા ભાજપના મહામંત્રી મનસુખ રામાણી અને પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે ભાજપના ત્રીજા નેતા પણ કોરોના સંક્રમિત બન્યા છે.

ખેડૂત સંવાદ કાર્યક્રમમાં 500થી વધુ લોકો એકત્રિત થયા હતા

ખેડૂત સંવાદ કાર્યક્રમમાં 500થી વધુ લોકો એકત્રિત થયા હતા

શનિવારે રાજકોટ જિલ્લામાં નવા 59 કેસ નોંધાયા હતા

શનિવારે રાજકોટમાં કોરોનાના કુલ 59 કેસ સામે આવ્યા હતા. જેમાંથી રાજકોટ શહેરના 46 અને ગ્રામ્યના માત્ર 13 જ દર્દીઓ છે. આ સાથે કુલ દર્દીઓની સંખ્યા 21667 થઈ છે. હાલ રાજકોટ જિલ્લામાં 504 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેમાંથી મોટાભાગના હોમ આઈસોલેશનમાં હોવાનું તંત્રે જણાવ્યું છે. સમગ્ર શહેરમાં હાલ માત્ર 21 જ સક્રિય માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન છે.

ભાજપે ખેડૂત સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જન મેદની એકઠી કરી હતી.

ભાજપે ખેડૂત સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જન મેદની એકઠી કરી હતી.

લંડનથી આવેલા યુવાનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

રાજકોટમાં ગત માસે એક યુવાન લંડનથી આવ્યો હતો અને તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે યુવાન ઉપરાંત તેના પરિવારજનો અને સંપર્કમાં આવેલો એક અન્ય યુવાન સંક્રમિત થતા સારવાર શરૂ કરાઈ હતી તેમજ સેમ્પલ લઈને કોરોના વાઇરસની ગંભીર ગણાતી યુ.કે.ની સ્ટ્રેન છે કે નહિ તે માટે એનઆઈવી પૂણે મોકલવામાં આવ્યા હતા. આ સેમ્પલના ટેસ્ટ કરાયા બાદ યુવાનમાં યુ.કે.ની સ્ટ્રેન ન હોવાનું સામે આવ્યું છે. જેથી તંત્રને હાશકારો થયો છે. યુ.કે.થી ઘણા લોકો રાજકોટ આવ્યા હતા પણ અત્યાર સુધીમાં પોઝિટિવ આવ્યા હોય તેવો આ એક જ કેસ નીકળ્યો હતો. જો કે હાલમાં તમામ લોકો કોરોનામુક્ત બની ગયા હોવાનું તંત્રે જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments