રાજકોટ : કુલ કેસની સંખ્યા 16035 પર પહોંચી, 141 દર્દી સારવાર હેઠળ, 35 દર્દી કોરોનામુક્ત

0
9

રાજકોટમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે અને છેલ્લા ત્રણ દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા 50 ઉપર આવી રહી છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 16035 પર પહોંચી છે અને 141 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે ગુરૂવારે શહેરમાં 35 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

ચૂંટણીના પરિણામના દિવસથી જ કોરોના કેસમાં ઉછાળો આવ્યો

રાજકોટમાં ચૂંટણીના પરિણામના દિવસથી જ કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં ગુરુવારે 54 કેસ નોંધાયા હતા. જ્યારે એક્ટિવ દર્દીઓ પણ વધ્યા છે. ચૂંટણીઓમાં જાહેરસભા, રેલી અને મેળાવડાના ટોળાં જામ્યા હતા. કોઇ પણ પક્ષે કોવિડની ગાઈડલાઈનનું પાલન કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યું ન હતું. ઘણી જગ્યાએ માસ્ક પહેરવામાં પણ આળસ દેખાઈ હતી. આખરે તેને કારણે કોરોનાના કેસ બમણી ગતિએ વધી રહ્યાં છે. શહેરમાં ગુરુવારે 54 કેસ નોંધાયા હતા અને એક્ટિવ કેસ પણ 141 થયા છે જે 100ની નજીક રહ્યા હતા.

હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા વધી રહી છે

ચૂંટણી વખતે દૈનિક કેસ શહેર અને જિલ્લાનો સરવાળો પણ 30ની આસપાસ આવતો હતો તેના કરતા બમણા કેસ માત્ર શહેરમાં નોંધાઈ રહ્યાં છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ધીમે ધીમે કેસ દૈનિક 5થી વધીને 9 થયા છે. તબીબોએ રોષભેર જણાવ્યું છે કે, સભાઓને કારણે જે ચેપ ફેલાયો હશે તેની અસર આગામી 15 દિવસ સુધી વર્તાશે અને સઘળી મહેનત પર પાણી ફળ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા વધી રહી છે. સિવિલમાં એક તબક્કે 25થી 30 દર્દી જ હતા જે હવે 50ની નજીક પહોંચ્યા છે. શહેર અને જિલ્લા સહિત એક્ટિવ કેસ 100 હતા તે 189 થયા છે. હાલ 115 જેટલા દર્દીઓ દાખલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here