Saturday, September 25, 2021
Homeરાજકોટ : પાટીલ દ્વારા અપાતા રેમડેસિવિર ઇન્જેક્શનના આક્ષેપ સાથે બે કોંગી આગેવાન...
Array

રાજકોટ : પાટીલ દ્વારા અપાતા રેમડેસિવિર ઇન્જેક્શનના આક્ષેપ સાથે બે કોંગી આગેવાન ધરણા પર બેઠા

હાલ કોરોનાની મહામારીમાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ઇન્જેકશનના નામે ભાજપના આગેવાનો પ્રજાને લૂંટી રહ્યાં છે તેવા આક્ષેપો સાથે અને તેના વિરોધમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો વિજય વાંક અને ઘનશ્યામસિંહ જાડેજા જ્યુબેલી બાગ ચોકમાં આવેલી ગાંધીજીની પ્રતિમાએ ધરણા ઉપર બેસી ગયા હતા. દરમિયાન બંને કોંગી આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. તેમજ કહ્યું હતું કે, ભાજપના વગદાર આગેવાનો માટે ઇન્જેકશન ઉપલબ્ધ છે.

ભાજપ આગેવાનોએ રેમડેસિવિર ઇન્જેકશનના કાળા ધંધા શરૂ કર્યા
આ અંગે વિજય વાંક અને ઘનશ્યામસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, કોરોના મહામારી વચ્ચે લોકોની મદદ કરવાને બદલે ભાજપ આગેવાનો રેમડેસિવિર ઇન્જેકશનના કાળા ધંધા શરૂ કર્યા છે. સુરત શહેર અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પાંચ હજાર ઇન્જેકશન મળી શકે અને સામાન્ય માણસ ઇન્જેક્શન મળતા નથી. તેવી રીતે રાજકોટમાં ભાજપ આગેવાનને જોઈએ તેટલા ઇન્જેકશન મળે છે.

ભાજપના વગદાર આગેવાનો માટે ઇન્જેકશન ઉપલબ્ધ છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, શહેરમાં અન્ય દર્દીના સગા-વ્હાલાં ઇન્જેક્શન માટે દોડધામ કરે છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં પડ્યા પાથર્યા રહેતા ભાજપના આગેવાનો ઇન્જેકશનના ગોરખધંધા કરે છે. ભાજપના વગદાર આગેવાનો માટે ઇન્જેકશન ઉપલબ્ધ છે. ગરીબોને દવા, હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન મળતું નથી. સામાન્ય માણસ અને ગરીબો કોરોના મહામારીથી હેરાન-પરેશાન અને દુઃખી થાય છે. ત્યારે ભાજપ આગેવાનોના ઇન્જેકશનના કાળા બજાર સામે પગલાં લેવા જોઈએ. કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને ભાજપ આગેવાનનો ચેહરો લોકો સામે ખુલ્લો કરવામાં આવે તેવી અમારી માગણી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments