રાજકોટ : બે બહેનો વચ્ચે ઘરકામને લઈને ઝઘડો થતાં મોટી બહેને ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું,

0
0

રાજકોટ:શહેરનાં રેલનગર પાસેના સંતોષીનગરમાં અવધ રેસિડેન્સીમાં વાલ્મિકી પરિવારની બે બહેનો વચ્ચે ઘરકામ સહિતની નાની-નાની વાતે ઝઘડો થતાં મોટી બહેનને માઠું લાગી જતાં તેણે ગળાફાંસો ખાઇ આપઘાત લીધો હતો. જ્યારે નાની બહેને પહેલા માળની બાલ્કનીમાંથી પડતું મુકી દીધું હતું. જો કે તેને ઈજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવી છે.

સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી

મળતી માહિતી મુજબ સંતોષીનગર અવધ રેસિડેન્સીમાં રહેતી સેજલ હકાભાઇ નૈયા (ઉ.29) નામની વાલ્મિકી યુવતિએ સાંજે ઘરમાં ગળાફાંસો ખાઇ લેતાં નાની બહેન કાજલ (ઉ.22) જોઇ જતાં તેણીએ બાલ્કનીમાંથી છલાંગ મારી દેતાં ઇજા થઇ હતી. ઘટના જાણ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતાં. જ્યાં તપાસ કરતાં સેજલનું મૃત્યુ થયાનું જાણવા મળ્યું હતું. જ્યારે નાની બહેન કાજલને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મૃતકના સ્વજનોએ જણાવ્યું હતું કે સેજલને નાની બહેન કાજલ સાથે ઘરકામ બાબતે ઝઘડો થતાં સેજલને માઠું લાગી ગયું હતું અને તેણે હું જાવ છું ફાંસો ખાવા… તેમ કહ્યા બાદ રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. કાજલને પહેલા તો મજાક લાગી હતી. પણ તેણે થોડીવાર બાદ રૂમમાં જઇ જોતાં મોટી બહેન લટકતી જોવા મળતાં તે ગભરાઇ ગઇ હતી અને તેણે બાલ્કનીમાંથી ઠેંકડો મારી લેતાં તેને પગમાં ઇજા થઇ હતી. યુવાન દિકરીનાં આપઘાતથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here