Monday, September 20, 2021
Homeરાજકોટ : તંત્રની અણઆવડતને કારણે વેક્સિનનો સ્ટોક ખૂટી પડ્યો, રસીકરણ કેન્દ્રો પર...
Array

રાજકોટ : તંત્રની અણઆવડતને કારણે વેક્સિનનો સ્ટોક ખૂટી પડ્યો, રસીકરણ કેન્દ્રો પર તાળા

રાજકોટમાં રસીકરણે ફરી વેગ પકડ્યો છે. 62થી વધુ સાઈટ પર દરરોજ 10 હજાર લોકો રસી લઈ રહ્યા છે. આ પૈકી એવા ઘણા લોકો છે જે રસી માટે તૈયાર થતા ન હતા અથવા તો ઓનલાઈન સ્લોટ બુકમાં સમસ્યા નડી રહી હતી. લોકો રસી માટે તૈયાર થયા છે પરંતુ તંત્રની અણઆવડતને કારણે વેક્સિનનો સ્ટોક ખૂટી પડ્યો છે. આથી લોકો પરેશાન થઇ રહ્યાં છે. રાજકોટના મોટાભાગના કેન્દ્રો પર રસીનો સ્ટોક ખલ્લાસ થઇ ગયો છે. શાળા નં.9ના રસીકરણ કેન્દ્ર પર તો તાળુ લટકતું જોવા મળ્યું હતું. લોકોએ જણાવ્યું હતું કે, ચાર-ચાર ધક્કા ખાય રહ્યા છીએ છતાં રસી મળતી નથી. વાતો અને પ્રચાર મોટો મોટો કરે છે પણ તે પ્રમાણે કંઇ થતું નથી.

લોકો જાગૃત થયા તો સરકાર શું કરે છે?: મહિલા

પલ્લવીબેન ધ્રુવે જણાવ્યું હતું કે, હું આજે સવારે શાળા નંબર 9માં વેક્સિન લેવા આવી છું. પરંતુ દરવાજે તાળુ લટકતું જોયું અને બહાર બંધ લખેલું છે. સવારે તો લાઇન હતી પણ અત્યારે વેક્સિનેશન સેન્ટર બંધ લખેલું છે. સરકાર એમ કહે છે કે લોકો વેક્સિન અંગે જાગૃત નથી. પરંતુ લોકો જાગૃત થાય તો તમે શું સહકાર આપો છો? મારે આ ચોથો ધક્કો થયો છે. એક તો અમે અમારો સમય કાઢીને આવ્યા હોય પણ અહીં તો તાળા લટકતા જોઇએ છીએ. કામ-ધંધો છોડીને આવતા હોય અને તાળા મારીને આ લોકો જતા રહે તો સરકારે શું આ બાબતે પગલા લેવાના.

વેક્સિન લેવા આવેલા પલ્લવીબેન અને મનિષ દવે.
વેક્સિન લેવા આવેલા પલ્લવીબેન અને મનિષ દવે.

કંઇ રીતે આયોજન છે તે કંઇ ખબર પડતી નથીઃ યુવાન
મનિષ દવેએ જણાવ્યું હતું કે, ગઇકાલે મારે ડ્યૂ ડેટ થતી હતી. આજે હું વેક્સિન લેવા આવ્યો છું પરંતુ અહીં બોર્ડ મારવામાં આવ્યું છે કે, આજે આ કેન્દ્ર બંધ છે. કંઇ રીતે આયોજન છે તે કંઇ ખબર પડતી નથી. વચ્ચે એકવાર આવ્યો હતો ત્યારે પણ બંધ હતું અને આજે આવ્યો તો આજે પણ બંધ જોવા મળ્યું. રાજેશભાઇએ જણાવ્યું હતું કે, કાલે પણ રસીનો સ્ટોક નહોતો અને આજે પણ નથી. ગઇકાલે અમને કહ્યું હતું કે, સદરમાં રેડક્રોસ સેન્ટરમાં છે. ત્યાં પણ સ્ટોક નથી. બેથી ત્રણ દિવસથી મારી નજર સામે પાંચથી છ લોકો આવે અને વેક્સિન લીધા વિના જ જતા રહે છે. વાતો મોટી મોટી કરે છે અને પ્રચાર પણ કરે છે તે પ્રમાણે કંઇ થતું નથી.

રસીકરણ કેન્દ્ર બહાર બોર્ડ લગાવવામાં આવ્યા.
રસીકરણ કેન્દ્ર બહાર બોર્ડ લગાવવામાં આવ્યા.

ગઇકાલે પણ સૌથી વધુ રસી આપાતા કેન્દ્રો પર અછત સર્જાઇ હતી
શુક્રવારે બપોર બાદ જ્યાં સૌથી વધુ રસી અપાય છે તેવા મવડી, શાસ્ત્રીમેદાન, સૂચક, નાનામવા અને રામનાથપરાના આરોગ્ય કેન્દ્રોમાં રસી પૂરી થઈ ગઇ હતી અને લોકોને પરત ફરવુ પડ્યું હતું. મનપાએ રસીકરણ તો ચાલુ કર્યું પણ સ્ટોક કેટલો છે અને તે મુજબ રસી મગાવી પડે તે મામલે બેદરકાર રહેવાનુ ભોપાળુ બહાર આવ્યું હતું. રસીકરણનો સમય વિતી ગયા બાદ રાત્રિના સમયે 12000 ડોઝ પહોંચાડવામાં આવ્યા હતા તેવુ આરોગ્ય શાખાએ જણાવ્યું છે. આ સ્ટોક એક જ દિવસ પુરતો છે અને શનિવારે ફરીથી સ્ટોકની માગ કરવામાં આવશે ત્યારે મળશે જ તે નક્કી નથી. જો નહિ મળે તો રવિવારે વેક્સિનેશન થશે નહીં.

રાજેશભાઇએ કહ્યું બેથી ત્રણ દિવસથી આવું ચાલી રહ્યું છે.
રાજેશભાઇએ કહ્યું બેથી ત્રણ દિવસથી આવું ચાલી રહ્યું છે.

18 પ્લસના વેક્સિનેશનમાં પણ લોકો હેરાન થયા હતા
આ પહેલા પણ 18 પ્લસનું વેક્સિનેશન શરૂ થયું ત્યારે રસી મુકાવા અદમ્ય ઉત્સાહ લોકોમાં હતો પણ ત્યારે માંડ 2000ને જ રસી આપવાનો નિયમ કરતા લોકો પરેશાન થયા હતા. ફરી લોકો આગળ આવ્યા છે ત્યાં વળી સ્ટોક રાખવામાં બેદરકારીને કારણે લોકો ઈચ્છતા હોવા છતા રસી અપાતી નથી.

વેક્સિનના અભાવે શાળા નં.9માં વેક્સિનેશન કેન્દ્રને તાળું મારતો સ્ટાફ.
વેક્સિનના અભાવે શાળા નં.9માં વેક્સિનેશન કેન્દ્રને તાળું મારતો સ્ટાફ.

છેલ્લા 10 દિવસમાં નોંધાયેલું રસીકરણ​​​​​​​

તારીખ રસીકરણ
14-6 5767
15-6 7142
16-6 6218
17-6 4153
18-6 4653
19-6 5816
20-6 3382
21-6 6319
22-6 8438
23-6 10132
24-6 11055
25-6 10332

​​​​​​​​​​​​​​

લોકો કામ-ધંધો છોડી વેક્સિન મૂકાવા આવે પણ ધરમનો ધક્કો થાય છે.
લોકો કામ-ધંધો છોડી વેક્સિન મૂકાવા આવે પણ ધરમનો ધક્કો થાય છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments