રાજકોટ : સાસુ કરતા વહુ સવાઇ, સાસુએ વહુને હાર પહેરાવી અભિનંદન આપ્યા

0
2

ગોંડલ નગરપાલિકામાં આજે પ્રમુખ સહિત હોદ્દેદારોએ પદ ગ્રહણ કરી સત્તા સંભાળી હતી. નવા પ્રમુખ બનેલા શિતલબેન કોટડીયાનાં સાસુ ગત ટર્મમાં સદસ્ય રહી ચૂક્યાં છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં ઉમેદવારી માટેનાં નવાં માપદંડને કારણે મુક્તાબેનની ટિકિટ કપાતા તેમનાં પુત્રવધૂ શિતલબેનની પસંદગી થઇ હતી. શિતલબેની વિજય બનતા આજે તેમને પ્રમુખ બનાવ્યા છે. આથી સાસુને નહીં વહુના શિરે પ્રમુખ પદનો તાજ મળતા મુક્તાબેને વહુ શિતલબેનને ફુલનો હાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા.

નવા પ્રમુખ શિતલબેને ધો.10 સુધીનો અભ્યાસ કર્યો છે
શિતલબેન ગોંડલ નગપાલિકાની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયા હતાં. શિતલબેને ધો.10 સુધીનો અભ્યાસ કર્યો છે. ઉપપ્રમુખ સંજીવ ધિણોજા સોની વેપારી છે અને તેઓએ પણ ધો.10 સુધી અભ્યાસ કર્યો છે. ગત ટર્મમાં તેઓ ચૂંટણી હારી ચૂંક્યા હતા. આ વર્ષની ચૂંટણીમાં વિજેતા બન્યા અને ઉપપ્રમુખ પદે આરૂઢ થયા છે. કારોબારી અધ્યક્ષ બનેલાં ભરતસિંહ (રુષીભાઇ)જાડેજા પ્રથમવાર ચૂંટણી લડી મહત્વનું પદ મેળવ્યું છે. તેમણે LLB સુધીનો અભ્યાસ કર્યો છે અને મેડિકલ એજન્સી સાથે જોડાયેલા છે.

શિતલબેન બિનહરિફ ચૂંટાયા છે.
શિતલબેન બિનહરિફ ચૂંટાયા છે.

ગોંડલ નગરપાલિકામાં ભાજપે તમામ બેઠક મેળવી
ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ક્લીન સ્વીપ આપી તમામ 44 બેઠકો કબ્જે કર્યા બાદ આજે પ્રાંત અધિકારી રાજેશકુમાર આલની અધ્યક્ષતામાં યોજાયેલી ચુંટણીમાં પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત હોય પ્રમુખ તરીકે શિતલબેન સમીરભાઈ કોટડીયા તથાં ઉપપ્રમુખ તરીકે સંજીવભાઇ ધિણોજાની સર્વાનુમતે વરણી કરાઇ હતી. વિપક્ષ વગરની નગરપાલિકામાં બન્ને હોદ્દેદારો બિનહરીફ જાહેર થયાં હતા.

ગોંડલ નગપાલિકાના નિમાયેલા નવા હોદ્દેદારો.
ગોંડલ નગપાલિકાના નિમાયેલા નવા હોદ્દેદારો.

પદગ્રહણ વખતે ભાજપના નેતાઓ હાજર રહ્યાં
ઉપરાંત કારોબારી અધ્યક્ષ તરીકે ભરતસિંહ જાડેજા, શાસક પક્ષનાં નેતા તરીકે કૌશિકભાઈ પડારીયા, દંડક તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાની વરણી કરાઇ હતી. ચૂંટણી પૂર્વે ભાજપ મોવડી જયરાજસિંહ જાડેજાએ તમામ સદસ્યો વચ્ચે હોદ્દેદારોનાં નામ જાહેર કર્યા હતાં. આ વેળાએ જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ માંડવીયા, રીનાબેન ભોજાણી, શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા, મહામંત્રી પીન્ટુભાઇ ચુડાસમા, મોહનસિંહ જાડેજા સહિત હાજર રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here