રાજકોટ : જન્માષ્ટીના તહેવારને લઇને 22થી 26 ઓગસ્ટ સુધી રાજકોટ શાકભાજી માર્કેટ બંધ રહેશે

0
189

રાજકોટ: જન્માષ્ટીમીના તહેવારને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકોટના શાકભાજી માર્કેટ દ્વારા રજાની તારીખો જાહેર કરવામા આવી છે. આગામી 22થી 26 તારીખ દરમિયાન શાક માર્કેટ વિભાગ બંધ રહેશે. તો 23 થી 26 તારીખ સુધી ડુંગળી અને બટાટા વિભાગ બંધ રહેશે. એક તરફથી શાકભાજી માર્કેટ દ્વારા રજાની તારીખો જાહેર કરવામા આવી છે. તો બીજી તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે વેપારીઓનુ કહેવું છે કે હાલ ટમેટા, કોબીચ અને દુધીને બાદ કરતા તમામ શાકભાજીના ભાવ આસમાને છે. ત્યારે જો આગામી 10 દિવસ સુધી વરસાદ ન પડે તો 25 દિવસ બાદ શાકભાજીની પુષ્કળ આવક થશે. તે બાદ જ શાકભાજીના ભાવ સામાન્ય થશે

મંદીને કારણે ઔદ્યોગિક એકમોએ એક અઢવાડીયાની રજા જાહેર કરી

છેલ્લા કેટલાંય સમયથી મંદીના માહોલમા ફસાયેલા ઔદ્યોગીક એકમોએ એક અઠવાડીયાની રજા જાહેર કરી છે. આગામી 21 તારીખથી લઈ 28 તારીખ સુધી રજા જાહેર કરવામા આવી છે. આમ 8 દિવસનું મિની વેકેશન ઔદ્યોગીક એકમોમાં રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજકોટની આજી જીઆઈડીસી, મેટોડા જીઆઈડીસી, શાપર વેરાવળ જીઆઈડીસી અને હડમતાળા જીઆઈડીસી બંધ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here