Saturday, September 25, 2021
Homeરાજકોટ : વિજય રૂપાણીએ માતા પિતા ગુમાવનાર બાળકો સાથે કર્યું ભોજન
Array

રાજકોટ : વિજય રૂપાણીએ માતા પિતા ગુમાવનાર બાળકો સાથે કર્યું ભોજન

રાજકોટમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે કોરોનામાં માતા-પિતા ગુમાવનારા અને માતા કે પિતા ગુમાવનારા 79 બાળકો સાથે રૂપાણીએ એક પંગથમાં બેસી ભોજન લઇ સંવેદના વ્યક્ત કરી હતી. કોરોનામાં અનાથ બનેલા આવા બાળકોને વાર્ષિક 50 હજાર રૂપિયાની સહાય કરનાર જે.એમ. ફાયનાન્સિયલ ફાઉન્ડેશન સાથે સમાજ સુરક્ષા વિભાગના MOU કરવામાં આવ્યા હતા. બાલ સેવાના લાભાર્થી 79 બાળકોને વિજય રૂપાણીએ ગિફ્ટ આપી હતી. તેમજ વિધવા બહેનોને પુનઃલગ્ન માટે 50 હજારની સહાયની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે.

વિજયરૂપાણીએ બાળકો સાથે ભોજન લઇ સંવેદના વ્યક્ત કરી
વિજયરૂપાણીએ બાળકો સાથે ભોજન લઇ સંવેદના વ્યક્ત કરી

 

રાજ્ય સરકારે 16,000 કરોડના વિકાસકામો પ્રજાને અર્પણ કર્યાઃ CM

વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના 5 વર્ષની પૂર્ણતાના પ્રસંગે યોજાનાર રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમની છઠ્ઠી શ્રેણીનો મુખ્યમંત્રીએ પોતાની વર્ષગાંઠના દિવસે રાજકોટ ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. રૂપાણીએ જણાવ્યું હતું કે, નવ દિવસ સુધી યોજાનારા કાર્યક્રમો એ પાંચ વર્ષની ઉજવણી નથી. પરંતુ રાજ્ય સરકારે આદરેલો સેવાયજ્ઞ છે. જેમાં સરકારે શિક્ષણ, વહીવટી સુવિધા, અનાજ વિતરણ, ખેડૂતો, સખીમંડળો, આદિવાસીઓ વગેરેને સામેલ કર્યા છે. કોરોનાના કપરા કાળમાં પણ રાજ્ય સરકારે 16,000 કરોડના વિકાસકામો પ્રજાને અર્પણ કર્યા છે. સરકાર પોતાની ભૂમિકા સહૃદયતાથી નિભાવશે જ, તેવી હું ખાતરી આપું છું.

બાળકીએ મુખ્યમંત્રી સાથે સેલ્ફી લીધી.
બાળકીએ મુખ્યમંત્રી સાથે સેલ્ફી લીધી.

 

પરિવહન સરળતા એપનો રૂપાણીના હસ્તે પ્રારંભ

વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય તથા છેવાડાના વિસ્તારોના વિકાસ માટે રાજ્ય સરકારે બ્રોડબેન્ડ કનેક્ટીવિટી તથા ઓપ્ટિકલ ફાઇબરની જાળ બિછાવીને ગામડાઓને મુખ્ય પ્રવાહ તથા તેના વિકાસ સાથે જોડ્યા છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સમાજ સુરક્ષા વિભાગ અને જે. એમ. ફાયનાન્સિયલ ફાઉન્ડેશન વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરાયા હતા. આ એમ.ઓ.યુ. અંતર્ગત કોરોનામાં વાલીની છત્રછાયા ગુમાવનાર પ્રત્યેક બાળકને જે. એમ. ફાઉન્ડેશન વાર્ષિક રૂપિયા 50 હજાર સુધીની શિક્ષણ ફી બાળકની શાળામાં સીધી જમા કરાવશે. મુખ્યમંત્રીએ રિમોટ કન્ટ્રોલથી મુખ્યમંત્રી બાલ સેવા અંતર્ગત ‘એક વાલી યોજના’ તથા ‘ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના’, ‘રાજકોટ મહાનગરપાલિકાના સિટીઝન પોર્ટલ’ અને પરિવહન સરળતા એપનો શુભારંભ કરાવ્યા હતો.

મુખ્યમંત્રીએ વૃદ્ધા પ્રત્યે સંવેદના દાખવી.
મુખ્યમંત્રીએ વૃદ્ધા પ્રત્યે સંવેદના દાખવી.

 

જન્મ-મરણનાં દાખલાઓ વોર્ડ કક્ષાએથી મળવાનો પ્રારંભ

રાજકોટના નાગરિકોને જન્મ-મરણના પ્રમાણપત્રો હાલમાં ઝોનલ કચેરી પર આપવામાં આવે છે. શહેરીજનોને પોતાના ઘરની નજીક વોર્ડ પરથી જ જન્મ-મરણના પ્રમાણપત્ર મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાની ઝોનલ કચેરી ઉપરાંત તમામ 18 વોર્ડ ઓફિસેથી જ જન્મ-મરણના દાખલા તથા તેમાં સુધારા અને આ ઉપરાંત જન્મ પ્રમાણપત્રમાં બાળકનું નામ દાખલ કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

કોરોનામાં માતા-પિતા, માતા કે પિતા ગુમાવનાર બાળકો સાથે સંવાદ કર્યો.
કોરોનામાં માતા-પિતા, માતા કે પિતા ગુમાવનાર બાળકો સાથે સંવાદ કર્યો.

 

GIS ઈનેબલ્ડ સિટિઝન પોર્ટનો પ્રારંભ

રાજકોટ સ્માર્ટ સિટી ડેવ. લી. દ્વારા પાન સિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત GIS (જીયોગ્રાફીક ઇન્ફોર્મેશન સિસ્ટમ) પ્રોજેક્ટ હેઠળ સિટીઝન પોર્ટલ (gis.rmc.gov.in) બનાવવામાં આવ્યું છે. આ સિટિઝન પોર્ટલમાં હાઈ રિઝોલ્યુશન સેટેલાઈટ ઈમેજનો ઉપયોગ કરીને શહેરનો ડિજિટાઇઝ કરેલ બેઝમેપ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત GPR (ગ્રાઉન્ડ પેનીટ્રેશન રડાર) ટેકનોલોજીનાં ઉપયોગ વડે શહેરના 4 હજાર કલોમીટર રસ્તાઓની નીચે રહેલા વિવિધ પ્રકારની યુટિલિટી જેવી કે પાણીની પાઈપ લાઈન, ડ્રેનેજ પાઈપ લાઈન, જુદા જુદા કેબલ નેટવર્ક વગેરેનો સર્વે કરી મેપ પર પ્લોટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોર્ટલ પરથી નીચે મુજબની વિવિધ પ્રકારની માહિતીઓ જેવી કે ઝોન બાઉન્ડ્રી, વોર્ડ બાઉન્ડ્રી, વોર્ડ ઓફિસ, શાળાઓ, હોકર્સઝોન, શહેરી આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલો, ઉદ્યાનો અને બગીચાઓ, રસ્તાઓ, રોડ નેટવર્ક, પાણી પુરવઠા નેટવર્ક, ડ્રેનેજ ભૂગર્ભ નેટવર્ક, સ્ટોર્મ વોટર, અંડર ગ્રાઉન્ડ નેટવર્ક, ટી.પી.સ્કીમ્સ, સિટી સર્વે બાઉન્ડ્રી અને સિટી સર્વે નંબર, રેવન્યુ સર્વે બાઉન્ડ્રી અને નંબર, અસલ પ્લોટ વિગતો, અંતિમ પ્લોટ વિગતો, એફ-ફોર્મ વિગતો વગેરે મેળવી શકાશે.

મહિલાઓની સમસ્યા સાંભળતા મુખ્યમંત્રી.
મહિલાઓની સમસ્યા સાંભળતા મુખ્યમંત્રી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments