Wednesday, September 22, 2021
Homeરાજકોટ : કોરોના ચેઇન તોડવા કંપનીમાં આજથી એક અઠવાડિયા સુધી સ્વૈચ્છિક લોકડાઉન
Array

રાજકોટ : કોરોના ચેઇન તોડવા કંપનીમાં આજથી એક અઠવાડિયા સુધી સ્વૈચ્છિક લોકડાઉન

રાજકોટમાં કોરોનાની સ્થિતિ વણસતા સંક્રમણ દિવસેને દિવસે જેટ ગતિએ વધી રહ્યું છે. ત્યારે કોરોનાની આ ચેઇન તોડવા માટે હવે શહેરમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યાં છે. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પોતાની પટેલ બ્રાસ કંપનીમાં આજથી એક અઠવાડિયા સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે. કોરોનાની ચેઇન તોડવા માટે નરેશ પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નરેશ પટેલે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી અનોખી પહેલ કરી છે.

450 જેટલા કર્મચારીઓ ધરાવતી કંપની
નરેશ પટેલ અને તેના પુત્ર શિવરાજ પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોતાની પટેલ બ્રાસ વર્કસ કંપનીમાં 450 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. પટેલ બ્રાસ વર્કસમાં એક અઠવાડિયા સુધી લોકડાઉન રહેશે. રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે નરેશ પટેલે સ્તુતીય પગલુ ભર્યુ છે. સ્વૈચ્છિક લોકડાઉન કરી નરેશ પટેલે સમાજને અલગ સંદેશો પાઠવ્યો છે. પટેલ બ્રાસ વર્કસનું દેશભરમાં આગવું નામ છે. આવતા ગુરૂવાર સુધી આ કંપની સંપૂર્ણ બંધ રહેશે. પટેલ બ્રાસ વર્કસના નિર્ણયનું અનુકરણ અન્ય કંપનીઓ કરશે? તેવો સવાલ ઉઠ્યો છે.

કર્મચારીઓને પુરો પગાર દેવામાં આવશે- શિવરાજ પટેલ
આ અંગે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે જણાવ્યું હતું કે, આજે મારા પપ્પા નરેશભાઇ પટેલ અને મેં નિર્ણય લીધો છે કે એક સપ્તાહ સુધી અમારી કંપનીમાં એક સપ્તાહ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે. આ લોકડાઉન દરમિયાન તમામ કર્મચારીઓને પુરો પગાર દેવામાં આવશે. આ નિર્ણય અમે કોરોનાની વધતી મહામારીમાં ધંધા કરતા માણસાઇ વધારે જરૂરી છે તેમ સમજીને લીધો છે. હું અન્ય કંપનીને પણ અપીલ કરૂ છું કે, પોતાની રીતે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લે અને મહામારીને આપણે હરાવીએ.

માખાવડ ગામે સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી.
માખાવડ ગામે સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી.

લોધિકાના માખાવડ ગામમાં સ્વયંભૂ લોકડાઉન
કોરોનાનું સંક્રમણ વધતા લોધિકા તાલુકાના માખાવડ ગામના લોકોએ સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લીધો છે. આથી 30 એપ્રિલ સુધી ગામમાં સવારે 7થી 9 અને બપોર બાદ 5થી 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી કરી ત્યારબાદ આખો દિવસ ફરજીયાત બંધ પાળવાનો રહેશે. તેમજ દરેક લોકોએ માસ્ક પહેરવું ફરજીયાત છે. આ સમય દરમિયાન કોઇ પણ વ્યક્તિ બહાર બહાના કાઢીને નીકળશે તો તેની સામે ગ્રામ પંચાયત દ્વારા ફોજદારી કેસ કરવામાં આવશે. ગ્રામજનોએ સરકારની ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments