રાજકોટ : ઝૂમાંથી સફેદ વાઘ અને વાઘણને ગાંધીનગર ઇન્દ્રોડા નેચર પાર્ક મોકલાઇ

0
1

રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હીના નિતિ-નિયમ અને માર્ગદર્શન હેઠળ આધુનીક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે વન્યપ્રાણી વિનીમય હેઠળ ભારતના અન્ય ઝૂ પાસેથી નવા નવા વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી રાજકોટ ઝૂનો વિકાસ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હી તથા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ પ્રાણી ઉદ્યાન અને ઇન્‍દ્રોડા નેચર પાર્ક, ગાંધીનગર તથા સક્કરબાગ ઝૂ, જુનાગઢ વચ્‍ચે વન્યપ્રાણી વિનીમય કરવા મંજૂરી આપવામાં આવી છે. જેમાં રાજકોટ ઝૂમાંથી સફેદ વાઘ અને વાઘણને ગાંધીનગર ઇન્દ્રોડા નેચર પાર્ક મોકલાઇ અને જૂનાગઢથી રાજકોટ ઝૂને 2 ઘુડખર સહિત 5 પ્રાણી મળશે.

વિવિધ પ્રજાતિના પ્રાણી ઝૂને મળશે
રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતેથી રોયલ બેંગાલ સફેદ વાઘ નર ‘ગૌતમ’ તથા રોયલ બેંગાલ સફેદ વાઘણ ‘ગોદાવરી’ને ઇન્‍દ્રોડા નેચર પાર્ક, ગાંધીનગર ખાતે આપવામાં આવ્યા છે, જેના બદલામાં સક્કરબાગ ઝૂ, જુનાગઢ ખાતેથી રાજકોટ પ્રાણી ઉદ્યાનને ઘુડખર 2 (નર-1, માદા-1), વરૂ માદા-1 તથા ચૌશિંગા 2 (નર-1, માદા-1) આ૫વામાં આવશે.

રાજકોટ ઝૂ ખાતે જુદી જુદી 54 પ્રજાતિના કુલ 441 વન્‍યપ્રાણી ૫ક્ષીઓ
વન્‍યપ્રાણી સંરક્ષણ ધારા-1972 અંતર્ગત ઘુડખર શેડ્યુલ-1 નું ખૂબ જ મહત્‍વનું વન્યપ્રાણી છે અને તે હાલ ભારતભરમાં એક માત્ર કચ્‍છમાં આવેલા ઘુડખર અભ્‍યારણ્યમાં જોવા મળે છે. જ્યારે ચૌશિંગા ૫ણ શેડ્યુલ-1 નું ખૂબ જ મહત્‍વનું વન્યપ્રાણી છે અને તે ગીર અભ્‍યારણ્યમાં જોવા મળે છે. રાજકોટ ઝૂ ખાતે સફેદ વાઘમાં સમયાંતરે ખૂબ સારી રીતે સફળતાપૂર્વક બ્રીડીંગ થતા અગાઉ રાજકોટ ઝૂ દ્વારા કાંકરીયા ઝૂ અમદાવાદ, છતબીર ઝૂ, પંજાબ તથા પુના ઝૂને સફેદ વાઘ આ૫વામાં આવ્યા હતા. હાલ રાજકોટ ઝૂ ખાતે જુદી જુદી 54 પ્રજાતિના કુલ 441 વન્‍યપ્રાણી-૫ક્ષીઓ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here