રાજકોટ : CMના હોમટાઉનમાં મેયર કોણ? ખુદ મુખ્યમંત્રી પાર્લામેન્ટ્રી બોર્ડમાં મેયર પદના ઉમેદવારની ભલામણ કરશે

0
3

રાજકોટ સહિત રાજ્યની 6 મહાનગરપાલિકામાં ફરી એક વખત જંગી બહુમતી સાથે ભાજપનું શાસન આવ્યું છે. ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા મેયર, ડે.મેયર સહિતના પદાધિકારીઓની નિમણુંક માટે CMની અધ્યક્ષતામાં બેઠક બોલાવી હતી. જેમાં રાજકોટ શહેર ભાજપના નેતાઓ દાવેદારોના નામ લઇ બેઠકમાં પહોંચ્યા હતા અને મવડી મંડળ સમક્ષ દાવેદારોના નામ રજૂ કર્યા હતા. ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ CMનું હોમટાઉન હોવાથી CM રૂપાણી દરેક ચૂંટાયેલા કોર્પોરેટરને અંગત રીતે ઓળખતા હોવાથી પદાધિકારીઓની નિમણુંક અંગે તેઓ ખુદ નિર્ણય કરશે અને મવડી મંડળમાં રાજકોટના પદાધિકારીઓ અંગે ભલામણ કરશે. માનવામાં આવી રહ્યું છે કે રાજકોટના મેયર કોણ એ અંગે મુખ્યમંત્રી ખુદ નિર્ણય કરશે.

રાજકોટના 21માં મેયર કોનો પર મહોર લાગશે તેવી ચર્ચા

ગુજરાત સરકારે જાહેર કરેલા રોસ્ટર મુજબ રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ માટે OBC તથા બીજા અઢી વર્ષ મહિલા માટે અનામત નક્કી કરવામાં આવ્યા છે. જેમાં બાબુ ઉધરેજા, ડો. અલ્પેશ મોરઝરીયા, ડો. પ્રદિપ ડવ અને હિરેન ખીમાણીયાનો સમાવેશ થાય છે.

બાબુ ઉધરેજાનું નામ મેયર પદના દાવેદારમાં પ્રથમ ક્રમે ચાલી રહ્યું છે

બાબુ ઉધરેજાનું નામ મેયર પદના દાવેદારમાં પ્રથમ ક્રમે ચાલી રહ્યું છે

બાબુ ઉધરેજા પ્રબળ દાવેદાર

કોળી સમાજમાંથી આવતા અને વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા અને શહેર ભાજપના આગેવાનોના અંગત એવા બાબુ ઉધરેજાનું નામ મેયર પદના દાવેદારમાં પ્રથમ ક્રમે ચાલી રહ્યું છે. આ અંગેના મહત્વના પરિબળો જોઈએ તો બાબુભાઇ ઉધરેજા અગાઉ રાજકોટ મનપામાં બે વખત કોર્પોરેટર રહી ચૂક્યા છે. પાર્ટી દ્વારા તેમને વર્ષ 2013માં શાસક પક્ષના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. હાલ તેઓ ચુવાળીયા કોળી સમાજના વિદ્યાર્થી ભવન સંસ્થાના પ્રમુખ છે માટે કોળી સમાજને આ વર્ષે મેયર પદમાં પ્રભુત્વ આપવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. જો નવા ચહેરાને તક આપવામાં આવે તો ડોક્ટર મોરઝરીયા, ડો. પ્રદિપ ડવ અને હિરેન ખીમાણીયા પૈકી કોઈ એકની નિમણુંક કરવામાં આવે તેવી પુરી શક્યતા છે.

રાજકોટના મેયર પદ માટે આ નામ પણ ચર્ચામાં છે

આગામી 12 માર્ચના રોજ રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદાની નિમણુંક થવાની છે ત્યારે મેયર OBC બાદ ડેપ્યુટી મેયર પદે પાટીદાર સમાજને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે મનપામાં મેયર બાદ મહત્વનો હોદ્દો એટલે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આ પદ માટે હાલમાં શિક્ષિત અને યુવા ચહેરા તરીકે નેહલ શુક્લનું નામ આગળ ચાલી રહ્યું છે. જો કે બીજી તરફ આ હોદા પર અનુભવી ચહેરાની પસંદગી કરવામાં આવે તો ગત ચૂંટણીમાં ચૂંટાઇ અને પ્રથમ ટર્મમાં જ ચેરમેન બનેલા પુષ્કર પટેલને ફરી એક વખત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનાવવામાં આવે તો નવાઇ નહીં..

સ્ટેન્ડિંગ ચેરમેન પર પુષ્કર પટેલ અને નેહલ શુક્લનું નામ ચર્ચામાં

સ્ટેન્ડિંગ ચેરમેન પર પુષ્કર પટેલ અને નેહલ શુક્લનું નામ ચર્ચામાં

દરેક કોર્પોરેટરોને જાણ કરવામાં આવી

રાજકોટ શહેરમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી મ્યુનિસિપલ કમિશનરે રાજકોટ શહેરના કુલ 18 વોર્ડના 72 કોર્પોરેટરની પ્રથમ બેઠક 12 માર્ચે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે સામાન્ય સભા રાખી છે. જેમાં મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના બાર સદસ્યોની નિમણુંક કરવામાં આવશે. આ અંગે દરેક કોર્પોરેટરોને જાણ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here