Saturday, September 18, 2021
Homeરાજકોટ : પો.સ્ટે.નું ઓનલાઇન મોનિટરિંગ કરી શકશે
Array

રાજકોટ : પો.સ્ટે.નું ઓનલાઇન મોનિટરિંગ કરી શકશે

 

ઓનલાઈન નેટવર્કમાં રાષ્ટ્રીય સ્તરે નંબર વન બનવાની નોંધપાત્ર સિદ્ધી ગુજરાત પોલીસે મેળવી અને નેશનલ એવોર્ડ મેળવ્યો છે. બીજા રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પોલીસ સ્ટેશનો ઉપરાંત પોલીસની કચેરીઓ-ઓફિસોને નેશનલ ઓનલાઈન નેટવર્કમાં કનેક્ટ કરી કામગીરીને પારદર્શક બનાવાઈ છે. ગુજરાતમાં સૌપ્રથમ મુખ્યમંત્રીના રહેણાંક વિસ્તારમાં આવેલા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનને રાજકોટ શહેર પોલીસ વિભાગ દ્વારા આધુનિક ટેક્નોલોજી સજ્જ કરવામાં આવ્યું છે. આ પોલીસ સ્ટેશનને ડિજીટલ મેનેજમેન્ટ સિસ્ટમથી કનેક્ટ કરવામાં આવ્યું છે. જેમાં ઉચ્ચ અધિકારી શહેરના તમામ પોલીસ સ્ટેશનનું ઓનલાઇન ગમે ત્યાંથી લેપટોપ કે મોબાઈલથી મોનિટરિંગ કરી શકશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પોલીસ સ્ટેશનને સંપૂર્ણપણે ઓનલાઈન કરી દેવામાં આવ્યું

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં તમામ આધુનિક સાધનો સાથે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં પાસપોર્ટ વેરીફિકેશન, કાર્યક્રમોની મંજૂરી, પોલીસ મથકે આવતા અરજદાર માટે બેસવાની વ્યવસ્થા સહિતની પ્રજા ઉપયોગી કામગીરી સંપૂર્ણપણે ઓનલાઈન કરી દેવામાં આવી છે.

ડિજિટલ મેનેજમેન્ટ સીસ્ટમથી પોલીસ સ્ટેશન કાર્યરત થશે

આ પોલીસ સ્ટેશનને ફુલ્લી સેન્ટ્રલાઇજડ પ્રોજેક્ટથી જોડી દેવામાં આવ્યું છે. જેને ડિજિટલ મેનેજમેન્ટ સિસ્ટમ(સંપર્ક) નામ આપવામાં આવ્યું છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બીજા પોલીસ સ્ટેશનની સરખામણીએ અરજદારો વધુ આવતા હોવાથી આધુનિક બનાવવામાં આવ્યું છે.

દરેક વ્યક્તિ માટે કોર્પોરેટ પદ્ધતિ અનુસાર ટોકન સિસ્ટમ

આ ડિજીટલ સિસ્ટમના આધારે પોલીસ સ્ટાફની હાજરી ઓનલાઇન જોઈ શકાશે. તેમજ પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા દરેક વ્યક્તિને માટે કોર્પોરેટ કંપનીની જેમ ટોકન સિસ્ટમ રાખવામાં આવેલી છે. જેમાં મુલાકાતીનો ફોટો, તેમનું આઈ.ડી. પ્રૂફ અને તેમનો કોન્ટેક્ટ નંબર જોવા મળશે. જેથી કરીને મુલાકાતીએ ક્યારે અને ક્યાં સમયે કેટલા લોકો સાથે પોલીસ સ્ટેશનમાં વિઝીટ કરી તેનું ફોટો સાથેનું પ્રૂફ રેકોર્ડ રાખી શકાશે.

જન જાગૃતિને લગતા કાર્યક્રમો દર્શાવવામાં આવશે

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટ કલ્ચર ડેવલપ કરવાના આશયથી મુલાકાતીઓ માટે સુવિધાયુક્ત વેઇટિંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વિઝ્યુલ ડિસ્પ્લે કે જેમાં ટોકન નંબર ડિસ્પ્લે થશે. આથી મુલાકાતી કે અરજદારને તેમનો કેટલામો વારો છે તે દર્શાવશે. આ ઉપરાંત સ્ક્રિન ઉપર લોકજાગૃતિને લગતી જાહેરાતો દર્શાવવામાં આવશે. આ સિસ્ટમ સાથે પોલીસ સ્ટેશનમાં અલગથી LED રાખવામાં આવી છે. પોલીસ દ્વારા લોકોને જાગૃતિ માટે આપવામાં આવતી સૂચનાઓ તેમજ લોકો માટે આયોજીત કાર્યક્રમો અને તેને લગતા વીડિયો જાહેરમાં દર્શાવવા પોલીસ સ્ટેશનની મોટી સ્ક્રિન ઉપર દર્શાવવામાં આવશે. મુલાકાતીઓ માટે વેઈટિંગ રૂમમાં ટીવી ઉપરાંત મુલાકાતીઓના ટોકન નંબર તેમજ જન જાગૃતિને લગતા કાર્યક્રમો વગેરે દર્શાવવામાં આવશે.

અધિકારીને ઓટોમેટિક ફોન દ્વારા જાણ થશે

અરજદાર પોતાની કરેલી અરજી ક્યાં પહોચી તથા નવી અરજી માટેની વિગતો અને ઘણી નાગરિક સુવિધાઓ મેળવી શકે છે. અરજદાર જ્યારે પોલીસ સ્ટેશનમાં જે-તે અધિકારીને મળવા આવે છે ત્યારે તેને ટોકન ઇસ્યુ થયાં પછી તે અધિકારીને ઓટોમેટિક ફોન દ્વારા જાણ થશે. જો PI,PSI, હેડ કોન્ટેબલ અથવા જવાબદાર અધિકારી પોલીસ સ્ટેશનમાં હાજર ન હોય તો તે પોતાના ફોન દ્વારા અરજદારને ફરી ક્યારે મળવું તે અરજદારને જણાવી શકશે.

પોલીસ સ્ટેશનનું ઓનલાઇન મોનિટરિંગ કરી શકાશે

મુલાકાતીઓની માહિતી ફોટો સાથે, સમય અને તારીખવાઇઝ સ્ટોર કરી શકાશે. જે-તે વિભાગના ઉચ્ચ અધિકારી શહેરના બધા જ પોલીસ સ્ટેશનનું ઓનલાઇન અને ગમે ત્યાંથી પોતાના લેપટોપ કે મોબાઈલ દ્વારા મોનિટરિંગ કરી શકશે. જેમ કે કેટલા અરજદાર આવે છે, અલગ અલગ અધિકારી કેટલા સમયમાં અરજીનો નિકાલ કરે છે, એક જ વિઝીટરને કેટલીવાર પોતાના કામ માટે પોલીસ સ્ટેશન આવવું પડ્યું હતું વગેરે માહિતી ઉચ્ચ પોલીસ અધિકારીને આંગળીનાં ટેરવે મળી જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments