26મી જાન્યુઆરીના દિવસે રાજકોટ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાવશે, 22 દિવસથી ચાલી રહી છે તૈયારી

0
18

રાજકોટ 26મી જાન્યુઆરીને લઇને રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષે 26મી જાન્યુઆરીના દિવસે એક વર્લ્ડ રેકોર્ડ નોંધાશે, જે 42 હજાર કાગળના ટૂકડા જોડી 10.6 ફૂટનો રાષ્ટ્રધ્વજનો હશે. હાલ આ રાષ્ટ્રધ્વજ કલેક્ટર કચેરીમાં જ નિષ્ણાંત વિરાજબા જાડેજા દ્વારા તૈયાર થઇ રહ્યો છે. કાગળના ટૂકડાથી રાષ્ટ્રધ્વજ 22 દિવસની મહેનત બાદ તૈયાર થશે. અગાઉ વિરાજબા જાડેજાએ UAEમાં કાગળનો રાષ્ટ્રધ્વજ 9.5 ફૂટનો બનાવ્યો હતો.

રાષ્ટ્રધ્વજ તૈયાર કરી રહેલા વિરાજબા જાડેજાએ જણાવ્યું હતું કે, આ જાપાનીઝ પદ્ધતિ કહેવાય જેમાં માત્ર પેપરનો જ ઉપયોગ થાય છે. જાપનીઝ પદ્ધિતિમાં એ લોકો માત્ર કાગળનો જ ઉપયોગ કરે છે જે તે કૃતિ બનાવવામાં. મેં તે કલાકૃતિનો ઉપયોગ કરીને રાષ્ટ્રધ્વજ બનાવવાનું શરૂ કર્યું છે. લગભગ 22 દિવસમાં બની જશે. કાગળના ટુકડા બનાવવા માટે રાજકોટના અલગ અલગ સ્કૂલોના વિદ્યાર્થીઓની મદદ લેવાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here