રાજકોટ : મહિલા અગાસીએ કપડાં સૂકવવા ગયા, એકાએક ACમાં શોક સર્કિટ થતા આગ લાગી

0
15

રાજકોટમાં આધેડ મહિલા અગાસીએ કપડાં સૂકવવા ગયા હતા ત્યારે એકાએક ACમાં શોક સર્કિટ થતા આગ લાગી હતી જેમાં ગંભીર રીતે દાઝી જતા ઘટનાસ્થળે જ મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. મહિલાના મોતથી ત્રણ સંતાનોએ માતાનું છત્ર ગુમાવ્યું છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આગને બુઝાવવા મહિલાએ પ્રયત્ન કરતા ભડથું થઇ ગયા
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજલક્ષ્મી સોસાયટી-1 પટેલ ચોકમાં રહેતાં 50 વર્ષીય નીતાબેન મીઠાભાઇ રામાણી નામના મહિલા સવારે નિત્યક્રમ મુજબ અગાસી ઉપર કપડાં સૂકવવા ગયા હતા ત્યારે ACના કમ્પ્રેસરમાં શોક સર્કિટ થતા આગ લાગી હતી. આગને બુઝાવવા મહિલાએ પ્રયત્ન કરતા ACના કમ્પ્રેશરમાંથી સીધો જ વીજશોક નીતાબેનને લાગ્યો હતો અને ભડથું થઇ ગયા હતા.

ફાયર બ્રિગેડ અને 108ને પણ જાણ કરાઇ હતી
અગાસી પર દાઝી જતાં ધૂમાડા નીકળતાં હોઇ બાજુમાં આવેલી સ્કૂલના શિક્ષકે કંઇક સળગ્યાનું સમજી બહાર આવી તપાસ કરતાં નીતાબેન સળગતાં હોઇ સ્કૂલમાં રાખેલા અગ્નિશામન સાધનથી આગ ઓલવવા પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડ અને 108ને પણ જાણ કરાઇ હતી. પરંતુ નીતાબેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યાનું EMT તબિબે જાહેર કર્યુ હતું.

પરિવારમાં શોક છવાઇ ગયો છે બનાવની જાણ થતાં ભકિતનગરના ASI નરેન્દ્રભાઇ ભદ્રેચા અને મયુરરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે ત્યાં પહોંચી પંચનામુ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસની તપાસમાં ઘટના અકસ્માતે બની હોવાનું હાલ બહાર આવ્યું છે.મૃતક મહિલાના પતિ મીઠાભાઇ રામાણીને યોગેશ્વર મેઇન રોડ પર કારખાનુ છે. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here