Saturday, April 20, 2024
Homeરાજકોટ : ગુજરાતના માછીમારોને જેલ માંથી મુક્ત કરાવવા અંગે PM મોદીને પત્ર...
Array

રાજકોટ : ગુજરાતના માછીમારોને જેલ માંથી મુક્ત કરાવવા અંગે PM મોદીને પત્ર લખ્યો

- Advertisement -

દરિયામાં માછીમારી કરતી વખતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ આસપાસથી પાકિસ્તાન મરીન દ્વારા ઝડપાયેલા ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. આ માછીમારોને છોડવાની વારંવારની રજૂઆતો પાકિસ્તાનની સરકારને કરવામાં આવે છે ત્યારે આજે રાજકોટમાં સાંસદ મોકરિયાએ પાકિસ્તાનની જેલમાં કેદ થયેલા ગુજરાતના માછીમારોને જેલ માંથી મુક્ત કરાવવા અંગે PM મોદીને પત્ર લખ્યો છે. જેમાં મોકરિયાએ માછીમારોનું મુક્તિ માંગ કરતા લખ્યું છે કે,540 માછીમારોને પાકિસ્તાનમાંથી મુક્ત કરાવો,1200 કરોડની કિંમતની બોટો પાકિસ્તાનમાં સડે છે.

1150 કરતા વધુ બોટ પાકિસ્તાનમાં સળી રહી છે
આ અંગે વધુમાં સાંસદ મોકરીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી આપણા માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. હવે તેમને મુક્તિ મળવી જોઈએ. છેલ્લા બે વર્ષમાં 248 માછીમારો પકડાયા છે. પાકિસ્તાનીઓ ભારતીય જળ સીમામાંથી માછીમારોનું અપહરણ કરી જાય છે. હાલ 1150 કરતા વધુ બોટ પાકિસ્તાનમાં સળી રહી છે. જેની કિંમત આશરે 1200 કરોડ છે. 31 ડિસેમ્બર, 2020 સુધી ગુજરાતના 345 માછીમારો પાકિસ્તાની જેલમાં બંધ છે. જેમાંથી છેલ્લા બે વર્ષમાં 248 માછીમારો ઝડપાયા છે. વર્ષ 2019 માં 85 અને વર્ષ 2020 માં 163 માછીમારો પકડાયા હતા. આમ કુલ 540 માછીમારો તેમના પરિવારથી દૂર વગર વાંકે જેલમાં કેદ છે. માટે તેમને ન્યાય મળે એ માટે હું તત્પર છું.

માછીમારોને જેલ માંથી મુક્ત કરાવવા અંગે PM મોદીને પત્ર લખ્યો
માછીમારોને જેલ માંથી મુક્ત કરાવવા અંગે PM મોદીને પત્ર લખ્યો

રાજ્યસભામાં મારો પ્રશ્નોતરી કરવાનો વારો ન આવ્યો – મોકરિયા
વધુમાં સાંસદ મોકરીએ જણાવ્યું હતું કે,હાલ સરકાર માછીમારોના પરિવારને 9 હજારની સહાય આપે છે, પરંતુ એના પરિવારને ન્યાય પણ મળવો જોઈએ. નેવી અને કોસ્ટગાર્ડ સતત પેટ્રોલિંગ કરે છે પણ વધુ ફિશિંગની લાલચમાં માટે માછીમારો બોર્ડર ક્રોસ કરી જાય છે.પોરબંદર વિસ્તારની બોટોમાં સૌથી વધારે ખલાસીઓ પાકિસ્તાન નેવીના હાથે પકડાયા છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાની બાહારથી આ માછીમારોને પાકિસ્તાન નેવી દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. પાકિસ્તાન સરકાર દ્વારા કરોડો રૂપિયાની બોટો પણ જપ્ત કરી લેવામાં આવી છે. તે પરત અપાતી નથી અન ત્યાં તેની હરાજી કરવામાં આવે છે. જેથી આ બોટો થકી દેવાની સુરક્ષાનું પણ જોખમ રહે છે.આ અંગે રાજ્યસભામાં મારો પ્રશ્નોતરી કરવાનો વારો ન આવતા મેં મંત્રી ગિરિરાજ કુમારને રજુઆત કરી હતી અને હાલ PM મોદીને આ અંગે રજુઆત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular