Thursday, August 5, 2021
Homeકાર્યવાહી : અમદાવાદના કરોડોના સોનાની દાણચોરીમાં રાજકોટનો વેપારી એરેસ્ટ, બે મોટા માથાની...
Array

કાર્યવાહી : અમદાવાદના કરોડોના સોનાની દાણચોરીમાં રાજકોટનો વેપારી એરેસ્ટ, બે મોટા માથાની ધરપકડની શક્યતા

રાજકોટ: અમદાવાદના કરોડોના સોનાની દાણચોરી પ્રકરણમાં રાજકોટના વેપારીનું નામ ખુલ્યું છે. રાજકોટના સાંમાકાંઠે રહેતા ચાંદીના વેપારી રાજુ ગોસ્વામીનું નામ ખુલતા કસ્ટમ વિભાગે ધરપકડ કરી છે. આ પ્રકરણમાં અગાઉ કસ્ટમ સુપ્રિન્ટેન્ડેન્ટની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમજ એક મહિલાની પણ કસ્ટમે અટકાયત કરી હતી. રાજુ ગોસ્વામી ચાંદીના વેપારમાં મોટું નામ ધરાવે છે. આ પ્રકરણમાં રાજકોટના બીજા બે મોટા ગજાના માથાની ધરપકડ થાય તેવી સંભાવના છે.

કસ્ટમે અગાઉ અમદાવાદમાં રહેતી મહિલાની ધરપકડ કરી હતી
અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે દાણચોરીનું હબ બની ગયું છે. અગાઉ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતી એક મહિલાની કસ્ટમ વિભાગે ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે, તેણે ચાર વર્ષમાં દુબઈની 73 ટ્રીપ કરી 420 કરોડનું 1,285 કિલો સોનું ઘુસાડ્યું હતું. બેગેજ હેન્ડલર જીગ્નેશ સાવલિયાને કસ્ટમ્સના અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી કરતાં ઝડપ્યા બાદ અનેક પ્રકારના ઘટસ્ફોટ થયા છે. સેટેલાઈટના બીમાનગર પાસેના જીવનધામમાં રહેતી દિવ્યા ભુદિયા નામની મહિલાની ધરપકડ કરી હતી.

વર્ષ 2014થી 2018 સુધીમાં 4 હજાર કિલો સોનું અમદાવાદ આવ્યું
વર્ષ 2014થી 2018 સુધી 4 હજાર કિલો સોનું જેની અંદાજે કિંમત રૂ. 1300 કરોડનું અમદાવાદ લાવવામાં આવ્યું હતું. જેના બદલામાં જીગ્નેશને બે કરોડ રૂપિયા અખંડ જ્યોત જ્વેલર્સના માલિક રૂતુગા ત્રિવેદીએ આપ્યા હતા. માણેકચોકમાં અખંડ જ્યોત જ્વેલર્સ દુકાનમાં માલિક રૂતુગા ત્રિવેદીની પત્ની હિના દુબઈથી લોકેશ શર્માને સોનાનો જથ્થો આપતી હતી. આ સોનાનો જથ્થો અમદાવાદના એરપોર્ટ ઉપર ગ્રાઉન્ડ હેન્ડલિંગ તરીકે ફરજ બજાવતા જીગ્નેશ સાવલિયાને આપવામાં આવતો હતો. જેના બદલામાં રૂ. 1.30 લાખ રૂતુગા ત્રિવેદી આપતો હતો. કસ્ટમની તપાસમાં ખુલ્યુ હતું કે, અવની ટાવરમાં રહેતા હિતેન્દ્ર જયંતીભાઈ રોકડ અને મેહુલ રસીકભાઈ ભીમાણીએ સોનું લાવવા માટે અત્યાર સુધી 105 કરોડ રૂપિયા તબક્કવાર ફાઈનાન્સ કર્યુ હતું. બંનેની પુછપરછમાં સેટેલાઈટ બીમાનગર પાસે આવેલ જીવનધામમાં રહેતી દિવ્યા ભુદીયાનું નામ ખૂલ્યું હતું. જે દુબઇથી સોનુ લાવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેથી તેની કસ્ટમ વિભાગે ધરપકડ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments