શ્રદ્ધાંજલિ : વિઠ્ઠલભાઇના નિધનને લઇને સૌરાષ્ટ્રના નેતાઓએ દુખ વ્યક્ત કર્યું, કાલે ગોંડલ અને રાજકોટ માર્કેટ યાર્ડ બંધ રહેશે

0
53

રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, રાજકોટના મેયર બિનાબેન આચાર્ય સહિત ભાજપ-કોંગ્રેસના નેતાઓએ વિઠ્ઠલભાઇના અવસાન પર દુખ વ્યક્ત કર્યું છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓએ દુખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ અને સોરાષ્ટ્રએ એક મોટા ગજાના નેતા ગુમાવ્યા છે. વિઠ્ઠલભાઇના નિધનને લઇને આવતીકાલે ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે તેવું સહકારી આગેવાન જયંતી ઢોલે જણાવ્યું હતું. તેમજ ખેડૂત નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટ માર્કેટ યાર્ડ પણ બંધ રહેશે.

શું કહે છે પોરબંદરના સાંસદ રમેશ ધડુક

પોરબંદરના ભાજપના સાસંદ રમેશ ધડુકે જણાવ્યું હતું કે, વિઠ્ઠલ રાદડિયાનું દુખદ અવસાન થયું, સૌરાષ્ટ્રમાં ખેડૂતો અને પાટીદાર સમાજમાં દુખની લાગણી છે. ભાજપે પણ એક ખેડૂત આગેવાન ગુમાવ્યા છે. વિઠ્ઠલભાઇએ જે કામગીરી કરી તે આજ સુધીમાં કોઇએ નથી કરી. જામકંડોરણામાં એક સમયે શિક્ષણની વ્યવસ્થા નહોતી તે વિઠ્ઠલભાઇએ અભ્યાસ ક્ષેત્રે કામગીરી કરી તેનો શ્રેય વિઠ્ઠલભાઇને જાય છે. ચૂંટણી દરમિયાન હું પોરબંદર સીટ પર લડ્યો ત્યારે લોકો કહેતા કે આ કામ તો વિઠ્ઠલભાઇએ કર્યું છે. તેનો મને બહુ ફાયદો થયો છે..

શું કહે છે કોંગ્રેસના MLA લલિત વસોયા

વિઠ્ઠલભાઇના શિષ્ય એવા લલિત વસોયાએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ શોકમાં મગ્ન થયો છે. પરિવારને દુખ સહન કરવાની ભગવાન શક્તિ આપે. પાટીદાર અને ખેડૂતો માટે મોટી કામગીરી કરી છે તે હંમેશા યાદ રહેશે. દેશમાં ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધીરાણ આપવાનું કામ કર્યું છે તે વિઠ્ઠલભાઇ કર્યું છે. પાટીદાર સમાજ અને ખેડૂતોને વિઠ્ઠલભાઇની મોટી ખોટ પડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here