ભારત-ચીન તણાવ : રાજનાથ સિંહ, NSA ડોભાલે સેનાના પ્રમુખો સાથે કરી ઉચ્ચસ્તરીય બેઠક

0
12

રક્ષામંત્રી રાજનાથ સિંહે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચીન સાથે તણાવ બાદ હાલાત પર સમીક્ષા કરી હતી. ચીન સાથે કમાન્ડર સ્તરની વાતચીત ઉપર પણ ડોભાલની નજર છે. હાલાતની સમીક્ષા માટે અજીત ડોભાલે ગઈ કાલે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. બેઠકમાં ગૃહ સચિવ અને ગુપ્તચર એજન્સીઓના પ્રમુખ હાજર રહ્યાં. ગુપ્તચર એજન્સીઓએ ચીન સાતે તણાવ પર ડોભાલને જાણકારી આપી. ચીન સાથે કમાન્ડર સ્તરની વાતચીત પર ડોભાલની નજર છે.

નવી દિલ્હીમાં પણ રાજનાથે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં વિદેશી મંત્રી એસ જયશંકર, એનએસએ અજીત ડોભાલ, સીડીએસ બીપીન રાવત અને સૈન્યના વડા નરવણે સહિત અધિકારીઓ હાજર રહ્યા છે.આ દરમિયાન ચીન તણાવને લઇ આગમી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

જણીવી દઇએ, ભારત અને ચીન વચ્ચે ફરી એક વાર વિવાદ સર્જાયો છે. ચીની સેનાએ ગોંગત્સે લેકના દક્ષિણ કિનારે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે ભારતના જવાનોએ તેમનો આક્રમક પ્રતિકાર કરીને ખદેડી મુક્યા હતા. ભારતના જવાનોનું આક્રમક વલણ જોઈને ચીનના સૈનિકો ઊભી પૂંછડિયે ભાગી ગયા હતા. મીડિયામાં એવા અહેવાલો છે કે બંને દેશના સૈનિકો વચ્ચે ફરી ઝપાઝપી થઈ હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળે છે.

ચીને, ભારત પર લગાવ્યો આરોપ

તો બીજી તરફ ચીન ભારત પર સમજૂતીનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવી રહ્યું છે. ભારતમાં ચીનના દૂતાવાસે પોતાના વિદેશ મંત્રાલયનો રાગ આલાપતા કહ્યું કે ભારતીય સૈનિકોએ 31મી ઑગસ્ટના રોજ વાસ્તવિક નિયંત્રણ રેખા પર અતિક્રમણ કરી લીધું.

પૂર્વ લદ્દાખના પેંગોંગ ત્સોની પાસે થયેલી સૈન્ય હલચલને લઇ એક પ્રશ્નના જવાબમાં દૂતાવાસના પ્રવકતા જી રૉન્ગે કહ્યું કે 31મી ઑગસ્ટના રોજ ભારતીય સૈન્ય દળોએ ચીન અને ભારતની વચ્ચે બહુસ્તરીય વાતચીત દરમ્યાન બનેલી સહમતિઓની અવહેલના કરતા પેંગોંગ ત્સો લેકના દક્ષિણ છેડે અને રેકિન પાસે LACનું અતિક્રમણ કર્યું. રોકિન દર્રા ચીન-ભારત સરહદનો પશ્ચિમી વિસ્તાર છે.

ચીની દૂતાવાસના પ્રવકતાએ કહ્યું કે ભારતીય સૈનિકોએ અતિક્રમણ કર્યા બાદ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી તેનાથી સરહદ વિસ્તારોમાં ફરીથી તણાવની સ્થિતિ ઉભી થઇ છે. રૉન્ગ એ જુઠ્ઠા આરોપોની ભરમાર કરતાં કહ્યું કે ભારતે ચીનની ક્ષેત્રીય સંપ્રભુતાને પડકારી છે. તેમણે કહ્યું કે ભારતના આ પગલાંથી ચીનની ક્ષેત્રીય સંપ્રભુતાનું ઘોર ઉલ્લંઘન થયું છે. તેણે બંને દેશોની વચ્ચે થયેલા સંબંધિત સમજૂતી, પ્રોટોકોલ્સ અને મહત્વપૂર્ણ સહમતિઓની ગંભીર અવેહલના કરી છે. એટલું જ નહીં તેમણે ભારત પર સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાના માહોલને બગાડવોના પણ આરોપ મઢ્યો છે.

તેમણે કહ્યું ભારતના પગલાંથી ચીન-ભારતના સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાને નુકસાન પહોંચ્યું છે. ભારતની કાર્યવાહી જમીન પર સ્થિતિ સામાન્ય બનાવાની દિશામાં બંને તરફથી લાંબા સમયથી કરાયેલા પ્રયાસોની વિપરિત છે અને ચીન તેનો પૂરજોરથી વિરોધ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here