રાજનાથ સિંહે કહ્યું પાકિસ્તાનની સાથે માત્ર કાશ્મીર પર નહીં, POK પર પણ વાત થશે

0
46

કાશ્મીર પર મધ્યસ્થતા વાળા ટ્રમ્પના નિવેદનના વિવાદ પર લોકસભામાં બુધવારે રાજનાથ સિંહે સ્પષ્ટીકરણ આપ્યું છે કે ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે આવી કોઇ વાતચીત થઇ નહોતી. રક્ષામંત્રીના જવાબ આપવા છતા કાંગ્રેસ સહિત તમામ વિપક્ષની પાર્ટીઓએ લોકસભામાંથી વોકઆઉટ કર્યું. લોકસભામાં બુધવારે કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિપક્ષે કાશ્મીર મધ્યસ્થતા વાળા ટ્રમ્પના નિવેદન પર વડાપ્રધાનના સ્પષ્ટીકરણની માંગ કરતા હંગામો શરૂ કર્યો. જ્યારે મંગળવારે બંને ગૃહમાં વિદેશ મંત્રી એસજયશંકરે આ મુદ્દે જવાબ આપ્યો હતો.આજે રક્ષામંત્રી રાજનાથ સિંહે તેના પર સ્પષ્ટીકરણ આપ્યું કે ટ્રમ્પ અને વડાપ્રધાનની વચ્ચે એવી કોઇ વાતચીત થયા નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને કહ્યું કે ઓસાકામાં જી20 સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમને કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાની અપીલ કરી હતી. રક્ષામંત્રીના જવાબ આપવા છતા કોંગ્રેસ સહિત બાકી તમામ વિપક્ષની પાર્ટીઓએ લોકસભામાંથી વોકઆઉટ કર્યું.

રક્ષામંત્રી રાજનાથ સિંહે આપ્યો જવાબ

લોકસભામાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું, ‘પાકિસ્તાન સાથે વાતચીત થશે તો માત્ર કાશ્મીર પર નહીં, પરંતુ પાક અધિકૃત કાશ્મીર પર પણ થશે. કાશ્મીરના સવાલ પર કોઇની મધ્યસ્થતા સ્વીકાર નહીં કરીએ કેમકે આ અમારા રાષ્ટ્રીય સ્વાભિમાનનો પ્રશ્ન છે.’ એમણે આગળ કહ્યું કે, ‘વિદેશ મંત્રી એસ જયશંકરના કહેવા અનુસાર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની વચ્ચે કાશ્મીર મુદ્દે ચર્ચા નહોતી થઇ. કાશ્મીરમાં મધ્યસ્થતાનો સવાલ જ નથી ઉઠતો કેમકે તે શિમલા સમજૂતી વિરુદ્ધ છે.’

કાલે પણ થયો હતો હંગામો

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમાં આવીને નિવેદન આપવાની માંગ કરી અને સવાલ કર્યો કે એમણે (નરેન્દ્ર મોદી) જવાબ કેમ આપી રહ્યા નથી. આ મામલે કાલે પણ સંસદની શરૂઆત હંગામા સાથે થઇ અને આખા દિવસ બંને ગૃહની કાર્યવાહી વારંવાર સ્થગિત થઇ. વિપક્ષે કાશ્મીર પર ટ્રમ્પના નિવેદનબાજી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા. જોકે, વિદેશ મંત્રી એસ જયશંકરે બંને ગૃહમાં જવાબ આપ્યો પરંતુ વિપક્ષ પોતાની વાત પર અડગ રહ્યું.

વિભિન્ન મુદ્દાઓ પર વિપક્ષની નોટિસ

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે લોકસભામાં સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે. થરૂરે આ નોટિસ કાશ્મીરની મધ્યસ્થતા વાળા ટ્રમ્પના નિવેદન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્પષ્ટીકરણ માંગતા આપી. દેશભરમાં આદિવાસીઓની હત્યાને લઇને લોકસભામાં કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી. દક્ષિણ બિહારમાં ભીષણ દુકાળ અને ઉત્તર બિહારમાં ભારે પૂરના મામલો ઉઠાવતા ભારતીય જનતા પાર્ટી સાંસદ ગોપાલ નારાયણ સિંહે રાજ્યસભામાં શૂન્ય કાળ નોટિસ આપી છે. શિવસેના સાંસદ નજીર અહમદ લાવે રાજ્યસભામાં શૂન્ય કાળ નોટિસ આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here