Sunday, October 24, 2021
Homeરાજનાથ સિંહની જમ્મુ-કાશ્મીર મુલાકાત : સંરક્ષણ મંત્રી અમરનાથ મંદિર પહોંચ્યા, LoC પર...
Array

રાજનાથ સિંહની જમ્મુ-કાશ્મીર મુલાકાત : સંરક્ષણ મંત્રી અમરનાથ મંદિર પહોંચ્યા, LoC પર ફોરવર્ડ લોકેશન્સની મુલાકાત લઈ શકે છે

શ્રીનગર. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની જમ્મુ-કાશ્મીર મુલાકાતનો આજે બીજો દિવસ છે. તેમણે આજે અમરનાથ મંદિર પહોંચીને બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. રાજનાથની મુલાકાત સમયે સેના આતંકીઓનો ખાતમો કરી રહી છે. સેનાએ જમ્મુ કાશ્મીરમાં 2 દિવસમાં 6 આતંકીઓને ઠાર કર્યા છે. સેનાએ કહ્યું છે કે, આતંકીઓએ 21 જુલાઈથી શરૂ થતી અમરનાથ યાત્રાને ટાર્ગેટ કરી હતી.

ન્યૂઝ એજન્સી ANIના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજનાથ સિંહ LoC પર અમુક ફોરવર્ડ લોકેશન્સ ઉપર જઈને પણ ત્યાંના જવાનો સાથે મુલાકાત કરી શકે છે. તેઓ એ વિસ્તારમાં જઈ શકે છે જ્યાંથી આતંકીઓ ઘૂસણખોરીનો પ્રયત્ન કરતા હોય છે. માનવામાં આવે છે કે, ફિલ્ડ કમાન્ડર પીઓકેમાંથી આતંકીઓની ઘૂસણખોરી રોકવા માટે શું તૈયારીઓ કરવામાં આવી છે એ વિશે બ્રીફિંગ પણ કરી શકે છે.

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વિશે રાજનાથ સિંહ સંતુષ્ટ દેખાયા

રક્ષામંત્રી શુક્રવારે લેહની મુલાકાત પછી આજે શ્રીનગર પહોંચ્યા હતા. ત્યાં ચિનાર કોર્પ્સના કમાન્ડરે સુરક્ષાની સ્થિતિ વિશે તેમને બ્રિફ કર્યા હતા. રાજનાથ જમ્મુ-કાશ્મીરમાં સીમાની સુરક્ષા વિશે સંતુષ્ટ દેખાયા હતા. તેમણે સેનાને કહ્યું કે, દુશ્મનોની કોઈ પણ હરકતને ટક્કર આપવા માટે તૈયાર રહેવું. સંરક્ષણ મંત્રીની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ એમ એમ નરવણે પણ હાજર રહ્યા હતા.

રાજનાથે જમ્મુ-કાશ્મીરના લેફ્ટિનન્ટ ગર્વનર જી સી મુર્મી, ચીફ સેક્રેટરી, ડીજીપી, સેન્ટ્રલ આર્મ્ડ પેરામિલિટ્રી ફોર્સના સીનિયર ઓફિસર અને ઈન્ટેલિજન્સ એજન્સી સાથે મીટિંગ કરી હતી. સુરક્ષા વ્યવસ્થા માટે એજન્સીઓના તાલમેલના વખાણ પણ કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments