ગિલગિત-બાલ્ટિસ્તાન પર રાજનાથે પાકિસ્તાનને ચેતાવ્યા.

0
4

પાકિસ્તાન દ્વારા ગિલગિત બાલ્ટિસ્તાનને અલગ રાજ્ય રાજ્ય જાહેર કરવા મુદ્દે ભારતે વિરોધ વ્યક્ત કર્યો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે ગિલગિત બાલ્ટિસ્તાન સહિત સમગ્ર PoK ભારતનુ અભિન્ન અંગ છે. પાકિસ્તાનના નિર્ણય પર જમ્મુ કશ્મિરના નેતાઓએ અને રક્ષા નિષ્ણાંતોએ પણ વિરોધ દર્શાવ્યો છે.

પાકિસ્તાન દ્વારા ગિલગિત બાલ્ટિસ્તાનને અલગ રાજ્ય રાજ્ય જાહેર કરવા મુદ્દે ભારતે વિરોધ વ્યક્ત કર્યો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે ગિલગિત બાલ્ટિસ્તાન સહિત સમગ્ર PoK ભારતનુ અભિન્ન અંગ છે. પાકિસ્તાનના નિર્ણય પર જમ્મુ કશ્મીરના નેતાઓએ અને રક્ષા નિષ્ણાંતોએ પણ વિરોધ દર્શાવ્યો છે.

પોતાના આંતરિક મામલાઓ સાથે દુનિયાભરમાં આતંકવાદના મુદ્દે ઘેરાયેલ પાકિસ્તાને વધુ એક નાપાક હરકત કરી છે જેનો ભારતે વિરોધ કર્યો છે. ભારતના વિસ્તાર ગિલગિત બાલ્ટિસ્તાનને પાકિસ્તને અંતરિમ રાજ્ય જાહેર કર્યુ છે. પાકિસ્તાનની આ હરકત પર ભારતે કડક ભાષામાં જવાબ આપ્યો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે ગિલગિત બાલ્ટિસ્તાન પર પાકિસ્તાને અવૈધ કબ્જો કરેલ છે. અમારી સરકારે કહ્યુ છે કે ગિલગિત બાલ્ટિસ્તાન સહિત સમગ્ર PoK ભારતનુ અભિન્ન અંગ છે.

આ પહેલાં વિદેશ મંત્રાલયે પણ પાકિસ્તાનની આ હરકતને વખોડતાં કહ્યુ હતુ કે ગિલગિત બાલ્ટિસ્તાન ભારતનુ અભિન્ન અંગ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ કે જમ્મુ-કશ્મિર અને લદ્દાખ ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આ પ્રદેશમાં ગિલગિત બાલ્ટિસ્તાન પણ સમાવેશ થાય છે. પાકિસ્તાન પોતાના અવૈધ અને જબરદસ્તી કબ્જાથી આ ભારતીય ક્ષેત્રમાં બદલાવ કરવાની કોશિશ કરી રહ્યુ છે. વર્ષ 1947માં જમ્મુ અને કશ્મિરના ભારત સંઘમાં જોડાયા બાદથી જમ્મુ-કશ્મિર જમ્મુ-કશ્મીર અને લદ્દાખ સાથે-સાથે ગિલગિત બાલ્ટિસ્તાનનો સમગ્ર વિસ્તાર કાનુની રીતે ભારતનો અભિન્ન વિસ્તાર છે. ભારતના આ વિસ્તારને ભારતથી અલગ કરવાની પાકિસ્તાનની કોઈ પણ કોશિષ સહન નહી કરી શકાય.

જાણકારોનુ માનવુ છે કે પાકિસ્તાને આ નિર્ણય ચીનના દબાવમાં આ નિર્ણય કર્યો છે.

પાકિસ્તાન અત્યારે પોતાના આંતરિક વિવાદમાં ફસાયેલું છે. પાકિસ્તાન સરકારને વિપક્ષના તિખા વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. એટલા માટે આતંકવાદિઓને પણ સતત ભારત મોકલી રહ્યુ છે. જ્યાં ભારતના સુરક્ષાદળો લગાતાર જમ્મુ કશ્મિરમાં આતંકવાદિઓનો સફાયો કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here