તણાવની અસર : SCOની બેઠકમાં ચીનના રક્ષામંત્રીને નહીં મળે રાજનાથ !

0
5

ભારત-ચીન તણાવ વચ્ચે રાજનાથ સિંહ રશિયાના પ્રવાસે છે. રક્ષા મંત્રી શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લેશે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ પ્રવાસ દરમિયાન રાજનાથ સિંહનો ચીની સમકક્ષ સાથે મુલાકાતનો કોઈ કાર્યક્રમ નથી. રાજનાથ સિંહે ચીની રક્ષામંત્રી સાથે મુલાકાત કરવાની ના પાડી દીધી.

આ બેઠક એવા સમયે થઈ રહી છે કે જ્યારે સંગઠનના બે મુખ્ય સભ્ય ભારત અને ચીન વચ્ચે સરહદે ગતિરોધ છે. અધિકારીઓએ જણાવ્યું કે ચાર સપ્ટેમ્બરે થનારી એસસીઓની રક્ષામંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ઉપરાંત સિંહ પોતાના રશિયા સમકક્ષ સર્ગેઈ શોઈગૂ અને અન્ય ટોચના સૈન્ય અધિકારીઓ સાથે દ્વિપક્ષીય સૈન્ય સહયોગ વધારવાને લઈને વાતચીત કરશે.

બેઠકમાં ચીનના રક્ષામંત્રી જનરલ વેઈ ફંઘે અને પાકિસ્તાનના રક્ષામંત્રી પરવેઝ ખટક પણ ભાગ લઈ રહ્યાં છે. રક્ષામંત્રીની આ બેઠક રશિયામાં બહુપક્ષીય યુદ્ધાભ્યાસમાં ભારતના પાછળ હટી જવાના ગણતરીના દિવસો બાદ થઈ રહી છે. જેમાં ચીની અને પાકિસ્તાની સૈનિકો પણ ભાગ લેવાના છે.

તો બીજી તરફ પેન્ગોંગ લેક પર થયેલા તાજા વિવાદ બાદ ભારત અને ચીનના અધિકારીઓની એક બેઠક થઈ રહી છે. આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ સેનાના બ્રિગેડ કમાન્ડર કરશે. મંગળવારે પણ બ્રિગેડ કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી. અત્રે જણાવવાનું કે ચીનની સેનાએ 29-30 ઓગસ્ટની રાતે પેન્ગોંગ ઝીલના દક્ષિણ વિસ્તારમાં યથાસ્થિતિ બદલવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભારતીય સેનાએ આ આક્રમક  કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

ભારત અને ચીન વચ્ચે હાલ બોર્ડર પર જે તણાવ ચાલી રહ્યો છે તેને લઈને રાજનાથ સિંહની વિદેશની બેઠક મહત્વપૂર્ણ છે.  આ બેઠકમાં ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ પર ચર્ચા થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here