કેવડિયાઃ રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જાહેરાત કર્યાં બાદ આજે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી આજે અષાઢી બીજના પાવન દિવસે નર્મદાની મેઇન કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. હાલ નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 5307 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
નર્મદા ડેમની સપાટી 120.03 મીટર ઉપર પહોંચી
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં 13 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી હાલ 120.03 મીટર ઉપર પહોંચી ગઇ છે. ડેમમાં નવા નીર આવતા આજથી નર્મદાની મુખ્ય કેનાલમાં પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. જેને પગલે ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે.
બજેટ પગેલા ડેપ્યુટી સીએમએ જાહેરાત કરી હતી
ઉલ્લેખનિય છે કે, રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે બજેટ પહેલા ખેડૂતોને ભેટ આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોને અષાઢી બીજથી સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવામાં આવશે. જે અંતર્ગત આજથી નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે.
ivermectin canada https://ivermectinuni.com/